ન્‍યુયોર્કના બ્રુકલીન વિસ્‍તારમાં આવેલ ફેડરલ ડિસ્‍ટ્રીક્‍ટ કોર્ટના નામદાર ન્‍યાયાધીશ નિકોલસ ગ્રાફિએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના વહિવટી તંત્રે ડાકાના પ્રોગ્રામને રદ્દ કરવા માટે જે કાર્યવાહી હાથ ધરી હતી તે અંગે રાષ્‍ટ્રવ્‍યાપી ધોરણે મનાઇ હૂકમ આપી તેનો અમલ ન કરવા સૂચના આપેલ છેઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના વહીવટી તંત્રના અધિકારીઓ તેમના ડાકા અંગેના રદ્દ કરવાના નિર્ણયની સ્‍પષ્‍ટતા કરવામાં સરેઆમ નિષ્‍ફળ ગયેલ છે જે અત્‍યંત પ્રકારની ગંભીર પ્રકારની બીના છે એવું તજજ્ઞો માની રહ્યા છેઃ આ પ્રોગ્રામ રદ્દ કરવાથી અમેરિકાને આવકની દ્રષ્‍ટિએ ૮૦૦ મિલીયન ડોલર જેટલી રકમનો ટેક્ષ રેવન્‍યુમાં ફટકો પડશે (11:06 pm IST)

સમાચાર ફટાફટ

ઉત્તર પ્રદેશમાં રોકાણો વધારવા તથા રોજગારીના નિર્માણ માટે આજથી બે દિવસીય સમિટ શરૂ :વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ખુલ્લી મુકાયેલી આ સમિટમાં ટાટા, બિરલા ,અંબાણી સહિત દેશ વિદેશના 8000 કોર્પોરેટ પ્રતિનિધિઓની ઉપસ્થિતિ : (1:13 pm IST)

તામિલનાડુના રાજકારણમાં કમલ હસનનું આગમન : આજ સાંજે રાજકીય પાર્ટીનું લોન્ચિંગ કરશે : (1:13 pm IST)

હાય રે કળીયુગ : ગુરગ્રામની સ્કૂલમાં 8 માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીનું શિક્ષિકાને ઓનલાઇન આમંત્રણ રાતના અંધારામાં સેક્સ માણવા આવો : સાતમા ધોરણના વિદ્યાર્થીએ શિક્ષિકા તથા તેની પુત્રી ઉપર બળાત્કાર કરવાની ઓનલાઇન ધમકી આપી : બન્ને વિદ્યાર્થીઓ ઉપર પગલાં લેવાનું શરૂ: (1:12 pm IST)

રાજસ્થાન સરકારે લોકસેવકો સંબંધી વિવાદિત બિલ પાછુ ખેંચ્યુ : રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેએ સરકારના એ વિવાદિત બિલને પરત લીધુ છે, જેમાં લોકસેવકો વિરૂધ્ધ સરકારની પરવાનગી વગર કેસ દાખલ નહીં થવાની જોગવાઈ હતી : આ બિલમાં સરકાર દ્વારા તપાસના આદેશ આપ્યા પહેલા મીડિયામાં કોઈ લોકસેવકનું નામ છાપવા પર ૨ વર્ષની સજાની જોગવાઈ હતી: (12:52 pm IST)

પીએનબી કૌભાંડઃ સીબીઆઇની મોટી કાર્યવાહીઃ નિરવ મોદીના વકીલે ધરપકડને ગણાવી ગેરકાયદેઃ બિઝનેશના કામ માટે નીરવ મોદી વિદેશ ગયા, પાસપોર્ટ રદ થતા તેઓ ભારત પરત ન આવી શકયા: (12:52 pm IST)

અરવલ્લી જીલ્લાના ઉપપ્રમુખ કિર્તી પટેલે આપ્યુ રાજીનામુ : કામનું વધુ હોવાથી આપ્યુ રાજીનામુ: (12:51 pm IST)

સીરિયાઈ સેનાના હુમલામાં ૪૮ કલાકમાં ૨૫૦ના મોતઃ સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સ અનુસાર, સીરિયાના પૂર્વી ઘોતામાં ગઈ કાલે થયેલ હવાઈ હુમલા અને ગોળીબારમાં ૧૦૦થી વધુ લોકોના મોત થયા : છેલ્લા ૪૮ કલાકમાં ત્યાં નાગરીકોના મોતનો આંકડો ૨૫૦ની પાર પહોંચ્યો : પૂર્વી ઘોતા વિદ્રોહિઓના કબ્જામાં વધેલો છેલ્લો સૌથી મોટો વિસ્તાર છે: (11:26 am IST)

પંજાબ નેશનલ બેન્કના બ્રેન્ડી હાઉસના જનરલ મેનેજરની સીબીઆઇએ કરી ધરપકડ : (11:26 am IST)

મલયાલમ અભિનેત્રી પ્રિયા પ્રકાશ ઉપર નોંધાયેલી તમામ FIR સામે સુપ્રીમ કોર્ટનો સ્ટે : પ્રિયાની ફિલ્મમાં આવતા ગીત વિરુદ્ધ મુસ્લિમોએ લાગણી દુભાયાની ફરિયાદ નોંધાવી હતી : (1:13 pm IST)

અમદાવાદમાં નોંધાયેલ રાજદ્રોહના કેસમાંથી મુકત કરવાની હાર્દિક પટેલની અરજી ફગાવતી સેસન્સ કોર્ટઃ કેતન પટેલને ડિસ્ચાર્જ કરી સરકારના સાક્ષી બનાવાયા: (12:52 pm IST)

ઉત્તર પ્રદેશઃ નૂરપુરના ભાજપના ધારાસભ્ય સહિત ૪નું રોડ અકસ્માતમાં મોતઃ ઉત્તર પ્રદેશમાં બિજનૌરના નૂરપુરના ભાજપ ધારાસભ્ય લોકેન્દ્ર સિંહનું આજે સવારે સીતાપુરમાં એક રોડ અકસ્માતમાં મોત : ટ્રક અને ફોર્ચ્યુનર કાર ટકરાતા લોકેન્દ્રસિંહ સાથે તેના બે ગનર અને ટ્રકના ડ્રાઈવરનું પણ મોત : લોકેન્દ્રસિંહ નૂરપૂર વિધાનસભામાંથી ૨૦૧૭માં સતત બીજીવાર ધારાસભ્ય તરીકે ચુંટાયા હતા: (12:52 pm IST)

ઉત્તર કોરિયાએ છેલ્લા સમયે માઈક પેંસ સાથેની મુલાકાત રદ કરી : અમેરીકાએ જણાવ્યું કે, ઉત્તર કોરિયાએ દક્ષીણ કોરિયામાં વિન્ટર ઓલમ્પીકસ દરમિયાન ઉપ-રાષ્ટ્રપતિ માઈક પેંસની ઉત્તર કોરિયાઈ પ્રતિનિધિ મંડળ સાથેની મુલાકાત નક્કિ કરેલ સમયના ૨ કલાક અગાઉ રદ કરીઃ અમેરીકી વિદેશ વિભાગની પ્રવકતા હૈદર નોઅર્ટે ખેદ વ્યકત કર્યો: (12:51 pm IST)

પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં નીરવ મોદીની કંપનીનાં અધિકારીઓ વિપુલ અંબાણી, કવિતા મનકિકર, અર્જુન પાટીલ, કપિલ ખન્ડેલવાલ અને નીતિન શાહીની ધરપકડ: (9:16 am IST)

અકિલા સોશ્યિલ મીડિયા