Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

આજના શુભ દિવસે - 703

પતિને ઓફીસે જવાનું મોડુ થાય છે. અને ઉતાવળે ઉતાવળે તૈયાર થાય છે અને વચ્ચે વચ્ચે પોતાના દોઢ વર્ષના બાળક સાથે વ્હાલથી વાત કરતો જાય છે. લગ્ન જીવનના આઠેક વર્ષ પછી સંતાન થયું છે-તો મા-બાપ ખુશ છે.

બાળકના હાથમાં દવાની ગોળીની શી શી છે. જે બંધ છે. અને તેના વડે બાળક રમ્યા કરે છે જતી વખતે પત્નીને કહે તો જાય છે. કે બાબાના હાથમાં શીશી છે તે લઇ લેજે-જો ખુલી જશે અને બાળક ખાઇ જશે તો માઠું પરિણામ આવશે, આમ બોલીને બહુ ઝડપથી બહાર નીકળી જાય છે.

તેની પત્નીએ આ સાંભળ્યું અને જવાબ આપે છેકે હમણાં જ લઇ લઉ છું-રસોડામાંથી બહાર આવતા પાંચેક મિનીટ ચાલી ગઇ. પેલી સ્ત્રી બહાર આવીને જુએ છે તો દવાની શીશીમાંની ગોળી આ બહાર પડી છે અને બાળક ખાતો હોય છે.

કંઇ વિચારે એટલામાં તો બાળક બેભાન થઇ જાય છે. પડોશીને બોલાવીને તેમના વાહનમાં જલ્દી હોસ્પીટલ પહોંચે છે. પંદરેક મિનીટની સારવાર બાદ ડોકટર નિરાશ વદને કહે છે. 'બહેન મને માફ કરજો, હું આ બાળકને બચાવી શકયો નથી'. બધા રોકકળ કરી મૂકે છે.

તેમાનું એક પાત્ર તેના વરને ફોન કરે છે કે જલ્દી હોસ્પિટલ પહોંચો-તમારા પુત્રને અકસ્માત થયો છે. તેના પિતા તુર્તજ પહોંચે છે. અને પરિસ્થિતિની જાણ થાય છે.

હવે એ તેની પત્નીને શું કહેશે ? 'પ્રિયે, મને માફ કરી દે, મારે જે કામ કરવાનું હતું તે ઉતાવળમાં મે ન કર્યુ.!'

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(9:55 am IST)