Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

આજના શુભ દિવસે - 719

મુલ્લા નસરૂદ્દીનને અજમેર શરીફ જવાનું થયું. દિવસ દરમ્યાન નમાજ વિગેરે ધાર્મિક કાર્ય પતાવીને રાત્રે સરાઇમાં સૂવા જાય છે. સારી પેડે થાકી ગયેલ તેથી સૂવામાં પણ ઉતાવળ કરી.

બાજુના ગામનો અલાઉદ્દીન પણ આવેલો-તે દુર સૂવાની તૈયારી કરતો હતો મુલ્લાનું ધ્યાન તેના પર ગયું જે તે એક લાંબુ સફેદ કપડુ કાઢીને પોતાને પગે બાંધી દે છે. સરાઇ આખી ચિકકાર ભરી છે. અને રખેને પોતે ખોવાઇ જાય તો ! માટે સવારે પોતાને ઓળખી શકે માટે પગે સફેદ કપડું બાંધ્યું.

મુલ્લાનો સ્વભાવ તો તોફાની ખરોજ / અલાઉદ્દીનની હરકત જોવા કરતા હતા રાત્રે અલાઉદ્દીન ભર ઉંઘમાં સૂતો હોય છે તો મુલ્લા જઇને તેના પગ પરનું કપડું છોડીને પોતાના પગ પર બાંધીને ચૂપચાપ સૂઇ જાય છે.

સવારના ૬ વાગ્યામાં મુલ્લા નસરૂદ્દીનને કોઇ ખૂબ ઢંઢોળીને ઉઠાડે છે. એમ અલાઉદ્દીન ઉઠ-સવારનો મુલ્લા નસદરૂદ્દીન રાતની વાત ભૂલી ગયા હોય છે. અને તે કહે છે. કે ભાઇ હું અલાઉદ્દીન નથી, નસરૂદ્દીન છું પેલો મુદીરને ફરીયાદ કરવા જાય છે. અને કહે છેકે જુઓ હું ભૂલો ન પડી જાઉ એટલા માટે મારે પગે પાટો બાંધી રાખ્યો છે અને હવે એ કહે છે હું અલાઉદ્દીન નથી, બોલો મારે શું કરવું ?

મુકીર જવાબ આપે છે. : 'તારી વાત તો સાચી છે-પરંતુ મુલ્લાની વાત પણ સાચી છે'-માટે તમે બંને તમારી રીતે અંદરો અંદર સમાધાન કરી લો!

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:02 am IST)