Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

આજના શુભ દિવસે - 724

૧ લા ધોરણથી ૧૦ માં ધોરણ સુધી ત્રીસેક છોકરીઓ સાથે ભણી હોય છે. ૧૦ માં ધોરણની પરીક્ષાના સમયે એક છોકરી ફરિયાદ કરે છે કે મને આ ડાબી બાજુની છેલ્લી ડાઢમાં સ્હેજ દુઃખે છે. બહુજ સાધારણ ઘરની છોકરીઓ સરકારી શાળામાં ભણતી હોય છે.

છોકરીના મા-બાપ ડોકટર પાસે જાય છે. અને તેની સલાહ મુજબ દાઢ કઢાવી નાંખે છે. બેક મહિના સુધી દુઃખાવાને કારણે છોકરી સ્કૂલ જઇ શકતી નથી. અને પછી નિદાન થાય છે. કે જડબાનું કેન્સર છે અને ઓપરેશન કરાવવું પડશે.

સરકારી દવાખાનામાં સફળ ઓપરેશન થાય છે અને ૧ મહિનામાં રૂઝ આવી જાય છે, પરંતુ ચહેરો ખૂબજ બેડોળ બની ગયો છે. ઘણી વખત છોકરીઓ મશ્કરી કરે છે. છોકરી આ બધું સાંભળી ખૂબ રોયા કરે છે.

એક વખત સ્કુલના પ્રિન્સિપાલ લોબીમાંથી પસાર થતા હોય છે ત્યારે આ છોકરી દાદરા પર હિબકા ભરતી રોતી હોય છે. પ્રિન્સિપાલની આંખો ભીની થઇ જાય છે.

બીજે દિવસે આખા સ્કૂલની છોકરોઓની અને તેમના શિક્ષકોની મીટીંગ બોલાવે છે અને તેઓ પ્રવચન આપે છેઃ 'આ બાળકીને પ્લાસ્ટિક સર્જરી થઇ જાય તો ચહેરો બહુજ સુંદર બની જશે-પરંતુ નાણાંકીય અભાવે આ શકય બન્યું નથી અને આમજ એક વર્ષ વહી ગયું છે.'

આ માટે આપણે બધા સહિયારો પ્રયત્ન કરીશું તો આ કાર્ય ચોક્કસ પાર પડશે ! હું એક મહિનાનો પગાર આપું છું. તુર્તજ વાઇસ પ્રિન્સિપાલ અને કલાસ ટીચરે પણ આવીજ જાહેરાત કરી અને બાકી રહ્યું હોય તેમ સ્કૂલના બધા શિક્ષકોએ પણ ૧ મહિનાનો પગાર આપવાની જાહેરાત કરી.

હવે બાકી રહી સ્કૂલની છોકરીઓ ! એ બધી તો રડમસ ચહેરે બેઠી છે. અને બોલવાની પણ ત્રેવડ નથી. સ્કૂલની જનરલ સેક્રેટરી ઉભી થઇને કહે છે કે બાકીની રકમ અમે બધા અમારી રીતે એકઠી કરીશું અને તેનું ભણતર જયાં સુધી સંપૂર્ણ ન થાય ત્યાં સુધીનો ખર્ચ પણ અમે ભોગવીશું

ત્રણ મહિના પછી ઓપરેશન થઇ ગયા બાદ છોકરી સ્કૂલમાં આવે છે ! બધી છોકરીઓ અંદરો અંદર પૂછવા માંડેછે.-અરે વાહ ! આટલી રૂપાળી છોકરી આપણી સ્કૂલમાં કયાંથી આવી ?

પેલી છોકરી નાચવા માંડે છે. અને એક પછી એક છોકરીના નામ બોલવા માંડે છે અને કહે છે 'આ છોકરીને આવી રૂપાળી તો તમે બધાએ મળીને બનાવી છે.!'

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(9:33 am IST)