Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

આજના શુભ દિવસે - 739

એક કપલ શહેરના બસ સ્ટેન્ડથી પોતાના વતન ગામડા તરફ જવા બેસેછે. બેસતી વખતે ડ્રાયવરને કહે છેકે નદીને આ કાંઠે અમને ઉતારી દેશો? અમારું ઘર આ કાંઠે છે, પેલી બાજુ તો ગામ છે. ત્યાં નથી જવું.

આ દરમ્યાન સખત વરસાદ પડે છે. અને ગામની નજીક નદીના પુલ પાસે આવી ગયા. ડ્રાયવરને કહ્યું: 'બસ અમને બંનેને અહીંજ ઉતારી દો' બંને ઉતરી જાય છે અને બસ ગામ તરફ રવાના થાય છે. અડધા પૂલ સુધી બસ પહોંચે છે અને પૂલ તૂટી જાય છે અને આખી બસ નદીના ઘેઘૂર પૂરમાં ખાબકે છે. સામે કાંઠે ઉભેલા લોકો પૂરમાં પડવાની હિંમત કરી શકતા નથી અને બસમાં બેઠેલા બધાજ પેસેન્જર અવસાન પામે છે.

બે દિવસે પૂર ઉતરી જાય છે. ઘણા લોકો આ કપલને ઘેર આવે છે અને બધાની એકજ વાત છેઃ તમે લોકો ખરેખર ! ખરા નશીબદાર છો, આટલી મોટી હોનારતથી બચી ગયા!

આ લોકો ના પાડેછે-કે અમે પણ બસમાં હોત તો સારૃં હતું.-અમારેઉતરવાની જરૂર ન હોત !! શા માટે એમ ??

જો અમે ન ઉતર્યા હોત તો બસ ર મિનિટ વહેલી પૂલ પરથી પસાર થઇ જાત, અને બધા બચી જાત ! અમે અમારી જાતને નશીબદાર નથી માનતા !

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(9:36 am IST)