Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

આજના શુભ દિવસે - 742

એક સાંજે બે મિત્રો ફ્રાન્સની ગલીમાં ફરવા નીકળ્યા હોય છે. સુંદર સુર્યાસ્ત છે, નદીનો કાંઠો છે, એવામાં એક બાજુથી વાયોલીનના કર્ણાપ્રિય સંગીતનો અવાજ આવ્યો-બંને મિત્રો અત્યંત ખુશ થઇ જાય છે અને એક મિત્ર બોલે છે, ખરેખર આપણા ઉપર ઇશ્વરની મહેરબાની છે આવી સાંજ ભાગ્યે જ કોઇના નશીબમાં હોય છે.

મારે એ બાજુ જવું છે-ચાલને ! બીજો મિત્ર તેનો હાથ પકડી લે છે, એટલો ખુશ થઇ જાય છે. ચાલતા ચાલતા ઝૂંપડી જેવા વિસ્તાર તરફ નીકળી જાય છે તેમાંની એક ઝૂંપડીમાંથી વાયોલીનનો અવાજ આવે છે-તેમાં બંને મિત્રો દાખલ થાય છે એક યુવાન વયની છોકરી વાયોલીન વગાડતી હોય છે.અને તેના પપા મોચીકામ કરતા હોય છે આ બંનેને દાખલ થયેલા જોઇને છોકરીના પપા પોતાના નાક પર આંગળી રાખીને ચૂંપ રહેવા કહે છે.

પંદર મિનિટ પછી છોકરી બીજો રાગ શરૂ કરે છે-રપ મિનિટ પછી તે પૂરો થાય છે. પેલા બંને મિત્રો તાળી વગાડી ખુશ થઇ જાય છે. છોકરી પૂછે છે-''પપા કોણ આવ્યું છે?'' પપા જવાબ આપે છે મને ખબર નથી. છોકરીએ તેની દ્રષ્ટિ ગુમાવી હોય છે હવે તે બે માંનો એક  મિત્ર ઉપરા-ઉપરી અલગ અલગ રાગ પર ગાવાની ફરમાઇસ કરે છે. છોકરી ખુશ  થઇ જાય છે અને બીજા રાગના છેડા પર તેણી વાદ્ય વગાડવાનું બંધ કરીને, આવેલા મહેમાનને પૂછે છે.- ''તમને સંગીતનું આટલું બધું જ્ઞાન છે, તો મને આ એક રાગ સંભળાવશો?'' મિત્ર ઉભો થઇને છોકરીના હાથમાંથી વાયોલીન લઇને વગાડવાની શરૂઆત કર છે- છોકરી ઠેકડો મારીને ઉભી થઇ જાય છે અને ચીસ પાડી ઉઠે છે ''પપા, આપણે કેવા નશીબદાર છીએ, આજે આપણે આંગણે બીથોવન આવ્યા છે!''

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(9:59 am IST)