Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

જામનગરના સાંસદ પૂનમબેન માડમનો જન્મદિન

તેમના પિતાની સ્મૃતિમાં સ્થાપિત ટ્રસ્ટમાં થઇ રહેલા અનેકવિધ સેવાકાર્યોઃ એઇમ્સની કમિટીમાં પણ નિમણુંકઃ અભિનંદનવર્ષા

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર :.. જામનગરના લોકપ્રિય સંસદ સભ્ય પૂનમબેન માડમનો આજે જન્મદિન છે. તેઓ યશસ્વી જીવનના ૪૬ વર્ષ પુર્ણ કરી ૪૭માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.

તેઓએ તેમના પિતાશ્રીની સ્મૃતિમાં ટ્રસ્ટની સ્થાપના કરી અને સતત સાત વર્ષથી અનેકવિધ ક્ષેત્રોમાં સેવાકાર્યો કરી રહ્યા છે. ટ્રસ્ટ દ્વારા ગૌસેવા સારવાર કેન્દ્ર કાર્યરત છે. જેમાં નિષ્ણાંત ડોકટરો દ્વારા ગાયોની વિનામુલ્યે સારવાર પુરી પાડવામાં આવે છે. રમત-ગમત ક્ષેત્રે પણ ખેલાડીઓને પ્રોત્સાહન પુરૂ પાડી રહ્યા છે જનજાગૃતિના કાર્યક્રમો પણ યોજવામાં આવે છે.

શ્રી પૂનમબેન માડમ ર૦૧ર માં ડીસેમ્બર મહિનામાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે વિજેતા થયા હતાં. તેમના ધારાસભ્ય તરીકેના કાર્યકાળ દરમ્યાન તેમણે અનેક વિકાસના કામો કરેલા. ર૦૧૪ માં લોકસભાની ચૂંટણીમાં ૧ર-જામનગર લોકસભા મત વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય તરીકે વિજેતા થયા હતા અને સંસદ સભ્ય તરીકે તેઓ તેમના મત વિસ્તારમાં સતત લોકસંપર્ક સાથે કાર્યરત રહ્યા હતાં. ર૦૧૯ માં પણ લોકસભા ચૂંટણીમાં પણ સતત બીજી વખત જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના સંસદ સભ્ય તરીકે નોંધપાત્ર બહુમતીથી વિજેતા થયા છે.

ભારત સરકાર દ્વારા અગત્યની કમીટીઓ જેવી કે પાર્લામેન્ટરીની સ્ટેન્ડીંગ કમીટી ઓન પબ્લીક સેકટર તેમજ મહિલા સશકિત કરણની સ્ટેન્ડીંગની કમીટી અને રાજકોટમાં આકાર પામનાર એઇમ્સની કમીટી સહિતની અગત્યની કમિટીઓમાં નિયુકિત થઇ છે.  પૂનમબેનનો મો. ૯૯રપ૦ ૯૯૮૮૧ ઉપર જન્મદિનની શુભેચ્છાવર્ષા થઇ રહી છે.

(11:42 am IST)