Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

રૂરલ એલસીબીના ભાવેશભાઇ મકવાણાનો આજે જન્મદિવસ

રાજકોટ તા. ૨૩: રાજકોટ રૂરલ એલસીબીમાં ફરજ બજાવતાં ભાવેશભાઇ વલ્લભભાઇ મકવાણાનો આજે ૨૪મીએ જન્મદિવસ છે. એલસીબીમાં ફરજ દરમિયાન ઉપરી અધિકારીઓના માર્ગદર્શનમાં તપાસનીશ ટીમોની સાથે રહી અનડિટેકટ મર્ડર, ધાડ, લૂંટ, ચોરીઓ સહિતના ડિટેકશનમાં મહત્વની કામગીરી તેણે કરી છે. તાજેતરમાં આંતરરાજ્ય ધાડપાડુ ગેંગને પકડી લેવામાં પણ મહત્વની ભુમિકા ભજવી હતી. જેમાં પંદર શખ્સોને પકડી લેવાયા હતાં. ભાવેશભાઇને (મો.૮૦૦૦૨ ૫૬૪૨૫) સાથી અધિકારીઓ, કર્મચારીઓ અને મિત્રવર્તુળ તરફથી શુભેચ્છાઓ મળી રહી છે.

(11:25 am IST)