Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

રાજકોટ જિલ્લા પેન્શનર સમાજના પ્રમુખ એમ.એમ.પંજાનો કાલે જન્મદિન

રાજકોટ,તા. ૨૪: જૂનાગઢ જીલ્લાના માંગરોળ ગામે જન્મેલ કર્મચારી તથા મુસ્લિમ અગ્રણી મહંમદ યુસુફ પંજા (એમ.એમ.પંજા)નો તા. ૨૫ જન્મદિવસ છે. ૮૨ (બીયાસી)માં વર્ષમાં મંગલ પ્રર્વેશ છે. ૧૯૬૦થી માંગરોળ ખાતે આરોગ્ય ખાતામાં મેલેરીયા વિભાગમાં નોકરીમાં શરૂઆત કરેલ. ૧૯૬૩માં ભુજ-કચ્છ ખાતે બઢતી સાથે અને ૧૯૬૪માં રાજકોટ ખાતે ફરજ બનાવેલ : ૧૯૬૫માં યુનિયનની સ્થાપના કરેલ. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના ઉપપ્રમુખ તથા રાજકોટ જીલ્લા આરોગ્ય કર્મચારી મહામંડળ (રાજ્યકક્ષાના તથા વિવિધ કર્મચારી મહાસંઘના કન્વીનર) પદે રહી અન્યાયો સામે અવાજ ઉઠાવી સેવા બજાવેલ. ગુજરાત કર્મચારી ઉત્કર્ષ મંડળના પ્રમુખ તરીકે હાલમાં સલાહકાર તરીકે સેવા આપી રહેલ છે. હાલમાં પણ રાજકોટ ખાતે ભાવનગરના ઉતારામાં કર્મચારી મહામંડળ રાજ્યકક્ષાના કાર્યાલય ખાતે સેવા આપી રહેલ છે. રાજકોટ જીલ્લા પેન્શનર અને સિનીયર સીટીઝન સમાજના પ્રમુખ તરીકે સેવા આપી રહેલ છે. ગુજરાત પેન્શનર સંકલન સમિતીના ઉપપ્રમુખ તરીકે કાર્યવાહી કરેલ છે. જીલ્લા લેવલે સંકલન સમિતીમાં સરકારે નિમણુંક કરેલ છે. ગુજરાત પેન્શનર ફેડરેશનના ઉપપ્રમુખ તથા જોનલ પ્રમુખ તરીકે પણ સેવા આપે છે. ઉપરાંત મુસ્લિમ સંસ્થા રાજકોટ શહેર જુમ્માં મસ્જીદમાં સેક્રેટરી તરીકે સેવા આપી રહેલ છે.તેઓ રાજકોટ ખાતે મો. નં. ૮૪૦૧૯ ૩૦૫૧૪, ૧૪ કુંભારવાડા, જુની જેલ પાછળ, બગદાદ, મંઝીલ, રાજકોટ ખાતે ગમે ત્યારે મળી શકે છે. જન્મદિન નિમિતે તેઓને ઠેરઠેરથી શુભેચ્છા મળી રહી છે.

(2:54 pm IST)