Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ પર જન્મદિનની અવિરત શુભેચ્છા વર્ષા

રાજકોટ : ગુજરાત ભાજપના  એક સમયના અગ્રીમ નેતા શ્રી અશોક ભટ્ટના સૂપૂત્ર અને અમદાવાદના જાણીતા જનસેવક શ્રી ભૂષણ ભટ્ટનો જન્મ તા. ર૭ સપ્ટેમ્બર ૧૯૬૩ ના દિવસે થયેલ ગઇકાલે પ૮માં વર્ષમાં પ્રવેશ નિમિતે શરૂ થયેલ શુભેચ્છા વર્ષા આજે પણ ચાલુ છે. તેઓ ખાડિયા વિસ્તારના ધારાસભ્ય તરીકે એકથી વધુ વખત ચૂંટાયા હતા. પિતાજીનો લોકસેવાનો વારસો સંભાળીને દીપાવ્યો છે. ટીવી ચેનલોની લાઇવ ચર્ચામાં ભાજપ તરફી ચોટદાર દલીલો કરવા માટે જાણીતા છે.

મો. ૯૮રપ૦ ૦૬૯પર અમદાવાદ

(11:43 am IST)