Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

ચિત્રકાર, કવિ, લેખક અને નેઇલ આર્ટીસ્ટ એવા

ખ્યાતનામ તસ્વીરકાર ભાટી એનનો જન્મદિન

રાજકોટ :.. છેલ્લા ૩પ વર્ષથી નિત્ય નિરંતર કરતા ગુજરાતના તસ્વીરકાર, ચિત્રકાર, કવિ-લેખક-લોકસેવક ભાટી એન (વાંકાનેર) વાળા ફોટો-જર્નાલીસ્ટનો જન્મ તા. ૧-૧૦-૧૯૬ર ના રોજ ઝાલાવાડના ધ્રાંગધ્રા ખાતે થયો હતો.

બહુમુખી પ્રતિભા સંપન્ન વ્યકિત છે. તેઓ કેમેરાના માધ્યમથી એકસ્ટ્રા ઓડિનરી તસ્વીરો ખેંચી શકે છે. તો સારા નેઇલ ચિત્રકાર છે પોતાના ૮ ઇંચ લોન્ગ નેઇલ (નખ) થી ચિત્રો પણ દોરી જાણે છે...! ભાટી એને પોતાની કરીયરની શરૂઆત લખતા બાદમાં તસ્વીકાર બનતા તેજ નામ ભાટી એન બરકરાર રાખેલ, ભાટી એનનું સાચુ નામ ભાટી નંગાજી સવજી છે. તેમની કર્મભૂમિ વાંકાનેર છે. પિતાજી સવજીભાઇ રેલ્વેમાં એન્જિન ડ્રાઇવર તરીકે નોકરી કરતા આથી આજ ભૂમિમાં રહી તેઓ સમગ્ર ગુજરાતનાં ગામડે...ગામડે રજળપાટ કરી ઝવેરચંદ મેઘાણી જેવું સ્તુત્ય કાર્ય કરી ઢબૂરાયેલ સંસ્કૃતિનો વિરાસતને ઉજાગર કરવામાં ભાટી એનનો સિંહફાળો છે.

ભાટી એનને ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ગૌરવ પુરસ્કાર એવોર્ડ, શ્રેષ્ઠ ફોટો જર્નાલિસ્ટ એવોર્ડ, ગુજરાત મીડિયા એવોર્ડ ર૦૧૯ મળેલ. મોરબી જિલ્લાના ગૌરવવંતા વ્યકિત તરીકે ૧પ મી ઓગસ્ટ ર૦૧૬ ના રોજ મોરબી ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના વરદ હસ્તે સન્માનિત કરવામાં આવેલ. વાંકાનેરના પંચાસિયા ખાતે પૂ. મોરારીબાપુના વરદ હસ્તે એવોર્ડ આપી સન્માનીત કરેલ.

ચિત્રલેખા સાપ્તાહિક દ્વારા પ૧ ગૌરવવંતા ગુજરાતી તરીકે પસંદ કરી તેની બુકમાં બે પેઇઝનો સહ તસ્વીર આર્ટીકલ લખેલ. મહારથી એવોર્ડ પ્રતિષ્ઠ ઓફ સૌરાષ્ટ્ર એવોર્ડ પોરબંદર ખાતે આપવામાં આવેલ. અમદાવાદ ખાતે જ્ઞાતિ રત્ન ગૌરવ એવોર્ડ આપવામાં આવેલ.

ભાટી એને પોતાની ૩પ વર્ષની તસ્વીર કલાના ખેંડાણમાંથી વાઇલ્ડ લાઇફ, ગ્રામ્યજીવન દુષ્કાળ, ધરતીકંપ, પતંગો, પૂજય મોરારીબાપુ, પી. એમ. મોદીના ફોટો પ્રદર્શન દિલ્હી-અમદાવાદ-રાજકોટ, જામનગર, રાજૂલા, જામખંભાળીયા, ગોંડલ, વાંકાનેર માં તસ્વીર પ્રદર્શનો યોજાયેલ. ગુજરાતના માતબર તમામ દૈનિકો સાપ્તાહીકોમાં અસંખ્ય તસ્વીરો છપાયેલ છે. અમેરિકાના ન્યુયોર્ક માંથી પ્રસિધ્ધ થતું ગુજરાત ટાઇમ્સમાં પણ સમયાંતરે લેખો લખે છે. તેઓનો મુખ્ય શોખ આમ તો વાઇલ્ડ લાઇફ છે. w.w.f. ના વોલ  કેલેન્ડરમાં તેઓની તસ્વીર પાડેલી નવ નિલગાયની છપાયેલ છે. ભાટી એન વિશ્વના પ્રથમ નેઇલ ચિત્રકાર છે. તેઓના ડાબા હાથનાં  આઠ ઇંચ લાંબા નેઇલથી કેનવાસ પર ચિત્રો અદભૂત દોરીને અમદાવાદ, રાજકોટ ખાતે ચિત્રોના પ્રદર્શનો યોજી ચૂકયા છે.

ભાટી એન ગુજરાતના ફુલ ટાઇમ ડ્રોન કેમેરાના માધ્યમથી ફોટો જર્નાલીસ્ટ છે. અને સમગ્ર ગુજરાતમાં બેસ્ટ એરિયલવ્યુ લઇ અખબારોમાં ડ્રોન તસ્વીરોએ તહેલકો મચાવેલ છે. હાલ વાંકાનેર નગરપાલીકાના હેલ્થ એન્ડ સેનિટેશન ચેરમેન છે. ત્રણ ટર્મથી પાલીકામાં ચૂંટાતા આવે છે. મો. ૯૮રપ૬ ૩૬૦૪૦

(12:41 pm IST)