Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

જેતપુર ચેમ્બર્સના ઉપપ્રમુખ જેન્તીભાઇ રામોલીયાનો જન્મ દિવસ

જેતપુર : અગ્રણી ઉદ્યોગપતિ અને સેવાભાવી જેન્તીભાઇ રામોલીયાનો આજે જન્મ દિવસ છે. શહેરમાં તેઓ સાડી ઉદ્યોગ સાથે જોડાઇ સારી નામના કેળવી છે. વ્યાપારની સાથે સમાજ સેવામાં યોગદાન આપતા સામાજીક સંસ્થા સીટી કાઉન્સીલમાં પ્રમુખ સહિતની જવાબદારી નિભાવેલ. ઉપરાંત પટેલ સમાજ ભવન ઉપપ્રમુખ તેમજ શહેરની અગ્રણી ઉદ્યોગિક સંસ્થા ડાઇંગ એસોસીયેશનના ઉપપ્રમુખ તરીકે સેવા બજાવેલ. મળતાવડા સ્વભાવ બહોળો મિત્ર વર્ગ ધરાવતા જેન્તીભાઇના જન્મ દિવસે કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા સહિતના સગા-સ્નેહી, અગ્રણીઓએ તેના મોબાઇલ નં. ૯૩૭પ૭ ૧૧૩૪૪ ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(12:42 pm IST)