Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

રાજકોટ મહાનગરપાલિકા ભાજપ કાર્યાલય મંત્રી જયંતભાઇ ઠાકરનો જન્મ દિવસ : ૬૪ માં પ્રવેશ

રાજકોટ તા. ૫ : મહાનગરપાલીકા ભાજપ કાર્યાલય રાજકોટના મંત્રી જયંતભાઇ પુષ્પકાંતભાઇ ઠાકરનો આજે જન્મ દિવસ છે. ઉલ્લેખનીય છે કે જયંતભાઇ શહેર પીડીયુ સીવીલ હોસ્પિટલ તેમજ મેડીકલ કોલેજના કાઉન્સેલર તરીકે પણ સેવા આપી રહ્યા છે. સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના પ્રવકતા તરીકે જવાબદારી સંભાળવા સાથે મ્યુ. હુડકો વિકાસ સમિતિના ચેરમેન તરીકે તેમજ ઔદીચ્ય સહસ્ત્ર ચીભડીયા બ્રહ્મસમાજના પૂર્વ પ્રમુખ તરીકે તેમજ રાજકોટ સમસ્ત બ્રહ્મસમાજના કારોબારી સભ્ય તરીકે કાર્યભાર સંભાળી  રહ્યા છે. તેમનો જન્મ કર્ણાટક રાજયના બેંગ્લોર શહેરના ચીકપેકટ વિસ્તારમાં થયેલો. યુવા વયથી જાહેર જીવનમાં સક્રીય રહી લોકોના પ્રશ્નોને વાચા આપતા રહ્યા છે. હાલ વોર્ડ નં. ૧૬ ભાજપ કાર્યકર તેમજ બુથ લેવલની જવાબદારી નિષ્ઠાપૂર્વક સંભાળી રહેલ જયંતભાઇ ઠાકર (મો.૯૮૨૪૮ ૨૬૭૨૮) ને ૬૪ માં જન્મ દિવસ નિમિતે ઠેરઠેરથી શુભેચ્છાઓ વર્ષી રહી છે.

(11:38 am IST)
  • ડ્રગ્સ રેકેટ મામલે સંસદમાં ચર્ચા બાદ આજે રાજ્યસભા જયા બચ્ચને કહ્યું કે, હું રવિ કિશનની વાત સાથે સહેમત, યુવાનોને ડ્રગ્સની લતથી બચાવવાની જરૂર: પરંતુ સમગ્ર બોલીવુડને દોષ આપવો ખોટો છે access_time 1:04 am IST

  • કોરોના વાઇરસથી સંક્રમિત બીજેપી સાંસદ અશોક ગાસતિનું નિધન : હજુ બે મહિના પહેલા રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લીધા હતા : ગઈકાલ બુધવારે તિરુપત્તીના લોકસભાના સાંસદ બલ્લી દુર્ગાપ્રસાદ રાવનું કોરોના વાઇરસને કારણે અવસાનથયું : આજ ગુરુવારે બીજા સાંસદનો કોરોના વાયરસે ભોગ લીધો : 2 દિવસમાં 2 સાંસદની ચિર વિદાય access_time 6:23 pm IST

  • ચીનના જાસૂસી કાંડ મામલે તપાસ :ચીની કંપનીના જાસૂસી કાંડ મામલે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સાયબર સુરક્ષા સમન્વયકના વડપણ હેઠળ કમિટીની રચના :30 દિવસમાં માંગ્યો રિપોર્ટ access_time 1:03 am IST