Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

રાજકોટ સમસ્ત બ્રહ્મસમાજના મહામંત્રી દિપક પંડયાનો જન્મદિન

રાજકોટ તા. ૭ :.. બ્રહ્મસમાજના મહામંત્રી દિપકભાઇ પંડયાનો આજે જન્મ દિવસ છે, ૬૧માં વર્ષમાં મંગલ પ્રવેશ કરતા ઠેર ઠેરથી શુભેચ્છા મળી રહી છે.

સ્વ. ચીમનભાઇ શુકલને જીવનમાં આદર્શ માની આગળ વધતા દિપકભાઇ બ્રાહ્મણ બોડીંર્ગના ટ્રસ્ટી તરીકે રહી વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સામાજીક પ્રેરણા મળે તે અંગે સતત પોતાનું માર્ગદર્શન આપી રહ્યા છે, બ્રહ્મસમાજ દ્વારા કાર્યક્રમોના આયોજનમાં હંમેશા અગ્રેસર રહ્યા છે તેમજ સામાજીક ક્ષેત્રે પણ માનવ સેવા ટ્રસ્ટ, ચંદનબેન સેવા ટ્રસ્ટ, પરશુરામ શરાફી મંડળી સહિતની એનકવિધ સંસ્થાઓમાં સેવા આપી રહ્યા છે અને સ્વ. પ્રવિણભાઇ ભટ્ટ, શશીકાન્તભાઇ ત્રિવેદી, સુધીરભાઇ પંડયા, એન. એસ. ભટ્ટ અને કૌશીકભાઇ શુકલના માર્ગદર્શન હેઠળ પરશુરામ શરાફી મંડળી આજે વટવૃક્ષ બની છે. આમ અનેકવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલ હોવાથી આજે તેમના જન્મ દિવસે મો. નં. ૯૮રપર ૯૩૬પ૮ ઉપર ઠેર ઠેરથી શુભેચ્છા મળી રહી છે.

(3:10 pm IST)