Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

ભાવનગરના સામાજિક કાર્યકર ભરતભાઇ મોણપરાનો જન્મદિન

ભાવનગર : સામાજીક કાર્યકર અને સરદાર યુવા મંડળના પ્રમુખ ભરતભાઇ એ. મોણપરાનો આજે જન્મ દિવસ છે.

તેઓ મુળ જુનાગઢ જીલ્લાના વંથલી તાલુકાના સાંતલપુર ગામના વતની પણ ભાવનગરને પોતાનું વતન બનાવીને અનેક સેવાકીય કાર્યો કરેલ છે. તેઓએ ૬૬ વાર રકતદાન કરેલ છે. તેમજ ર૭ રકતદાન કેમ્પો તથા ૩પ બેતાળા ચશ્માના કેમ્પોના આયોજન તેમજ ઉનાળામાં ખુલ્લા પગે રહેતા બાળકોને ચંપલોનું વિતરણ કરે છે તેમજ ભાવનગર, ગારીયાધાર, તળાજા, ઘોઘામાં બહેનો માટેના તાલીમ વર્ગો કરીને ૧ર૦૦થી વધારે બહેનોને સીલાઇ મશીનો સહિતની કીટો આપી છે.

રાષ્ટ્રીય મહાપુરૂષો મહાત્મા ગાંધીની, સરદાર વલ્લભભાઇ પટેલ, શહીદ ભગતસિંહ, સુભાષચંદ્ર, આમ મહાપુરૂષોના જન્મ દિવસે, નિર્વાણ દિવસે કાર્યક્રમો કરવા તેમજ રકતપિત હોલસ્પિટલની નિયમિત મુલાકાત તેમજ મદદરૂપ થાય છે.

હાલ કોરોના વાયરસ મહામારી દરમ્યાન ભરતનગર વિસ્તારમાં ઘર ઉપયોગી કીટોનું વિતરણ કરેલ. તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભાવનગર દ્વારા કોરોનાના વાયરસથી અવસાન પામેલાના મૃતદેહોને અગ્નિસંસ્કાર કરવાની ટીમમાં જોડાઇને હાલ સેવાકાર્ય કરી રહ્યા છે. તેઓનો જન્મ જુનાગઢ જીલ્લાના મેંદરડા તાલુકાના આલીધ્રા ગામે મોશાળમાં ૧૯૬૭માં ૮મી સષ્ટેમ્બરના રોજ થયો હતો. જન્મ દિવસે શુભકામના મિત્રો શુભેચ્છકો તેમના મો. ૯૪ર૬૯ પ૧૪પ૦ ઉપર પાઠવી રહેલ છે.

(11:46 am IST)