Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

સાવરકુંડલા સનરાઈઝ સ્કુલના મેનેજીંગ ટ્રસ્ટી પ્રતાપભાઇ ખૂમાણનો જન્મદિન

સાવરકુંડલા તા. ૮ : પત્રકારત્વથી છેલ્લા રપ વર્ષોથી જોડાયેલા અને સાવરકુંડલા શહેરમાં કેળવણી ક્ષેત્રે જેનું અનોખું સ્થાન ધરાવતા પ્રતાપભાઇ ખૂમાણનો આજે જન્મદિવસ છે. શૈક્ષણીક જગતમાં સનરાઇઝ સ્કુલના મેનેજીંગ ટ્રસ્ટી અને શહેરમાં સુર્યોદય પેટ્રોલપંપના માલીક અને સાહિત્યીક સમજ ધરાવતા પ્રતાપભાઇ સ્વભાવે નમ્ર અને વિવેકી છે શિક્ષણ જગતમાં શૈક્ષણીક અભિગમની એક અનોખી સુઝ ધરાવતા હોય લોકોમાં પણ બહોળી લોકપ્રિયતા ધરાવે છે. છેવાડાના માનવીને પણ ખૂબ વ્યાજબી ફીમાં શિક્ષણ મળી રહે છે એ જ ધ્યેય સાથે સદા વિદ્યાર્થી જગતની મુશ્કેલીઓથી પણ ખૂબ સારી રીતે વાકેફ હોવાથી વિદ્યાર્થી જગતમાં પણ એક પિતાતુલ્ય સ્થાન ધરાવે છે. મિત્રો શુભેચ્છકો તેઓને જન્મદિનની શુભેચ્છા પાઠવી રહેલ છે.

(12:43 pm IST)
  • દેશમાં કોરોનાનો કહેર યથાવત :રાત્રે 11-30 વાગ્યા સુધીમાં નવા 97.856 પોઝીટીવ નોંધાયા : કુલ કેસની સંખ્યા 51.15.893 થઇ : એક્ટિવ કેસ 10.09.886 થયા : વધુ 82,922 દર્દીઓ સ્વસ્થ થતા 40.22.049 રિકવર થયા : વધુ 1140 લોકોના મોત : મૃત્યુઆંક 83,230 થયો access_time 1:06 am IST

  • ચીનના જાસૂસી કાંડ મામલે તપાસ :ચીની કંપનીના જાસૂસી કાંડ મામલે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સાયબર સુરક્ષા સમન્વયકના વડપણ હેઠળ કમિટીની રચના :30 દિવસમાં માંગ્યો રિપોર્ટ access_time 1:03 am IST

  • " સર કટા શકતે હૈ ,લેકિન સર ઝુકા શકતે નહીં " : હું ક્ષત્રિયાણી છું : સ્વમાનના ભોગે સિદ્ધાંતમાં બાંધછોડ નહીં કરું : રાષ્ટ્રના સન્માન માટે અવાજ ઉઠાવીશ : રાષ્ટ્રવાદી તરીકે જીવીશ : જયહિન્દ : કંગના રનૌતનું ટ્વીટ access_time 1:00 pm IST