Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

વાંકાનેર શહેર યુવા ભાજપના મહામંત્રી અમિતભાઇનો જન્મદિન

વાંકાનેર તા. ૯ :.. શહેર યુવા ભાજપના મહામંત્રી અમિતભાઇ સેજપાલનો આજે જન્મ દિવસ છે. તેઓ રઘુવંશી સોશ્યલ ગ્રુપના ઉપપ્રમુખ તથા શ્રી લોહાણા મહાપરિષદના રમત ગમત સમિતિન મોરબી જીલ્લાના મંત્રીપદે પણ સેવા આપે છે. તેઓ પોતના જીવનનાં ર૯ વર્ષ પુર કરી ૩૦ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. સમાજ સેવા ને લઇ ને પ્રતિષ્ઠીત સંસ્થાઓ અને સંગઠનોમાં તેમનું અનેરૂ યોગદાન રહેલ છે. બહોળો શુભેચ્છક વર્ગ તેમના મો. ૯૩૭પ૬ ૯૩૭પપ ઉપર શુભેચ્છા વરસાવી રહેલ છે.

(11:37 am IST)
  • દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 70 વર્ષના થયા છે. દેશભરમાં ભારતીય જનતા પાર્ટી PM મોદીના જન્મદિવસને 'સેવા સપ્તાહ' તરીકે મનાવી રહી છે. આ સાથે જ દિગ્ગજ નેતાઓ દ્વારા PM મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી લઇને ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથસિંહ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અન્ય મોટા નેતાઓએ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. access_time 9:17 am IST

  • કાલાવાડ પંથકમાં પોલીસને સાંકળતા જુુના વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થતા જામનગરથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસના આદેશો અપાયા છે. આ અંગે સતાવાર વિગતો મેળવાઇ રહી છે. access_time 3:39 pm IST

  • શું રેંટિયો કાંતવાથી અંગ્રેજો ભાગી જવાના હતાં ? : થાળી વગાડવાથી કોરોના ભાગી ન જાય તેવું કહેનારા લોકોને ભાજપ સાંસદ સુધાંશુ ત્રિવેદીનો વેધક સવાલ : જે રીતે ગાંધીજીએ આઝાદીના પ્રતીક તરીકે ચરખાને સ્થાન આપ્યું હતું તે રીતે મોદીજીએ સામાજિક ચેતના જાગૃત કરાવવા થાળી વેલણ વગાડવાનું કહ્યું હતું : પાર્લામેન્ટમાં સામસામી આક્ષેપબાજી access_time 11:10 am IST