Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

ભાયાવદરના નોટરી એડવોકેટ પ્રવિણભાઇ લધાનો જન્મદિન

ભાયાવદર,તા.૧૦: શહેરના પ્રથમ નોટરી પ્રવિણભાઇ લધાનો આજે જન્મદીવસ છે.

રાજકોટ ખાતે ૧૫ થી ૧૬ વર્ષથી એડવોકેટન વ્યવસાય સાથે સંકળાયેલા પ્રવિણભાઇ એમ લધાને ભારત સરકાર દ્વારા ઉપલેટા તાલુકામાં નોટરી તરીકેની નિમણુંક કરવામાં આવેલ છે. તેઓ હોમગાર્ડ દળમાં માનદ સેવા બજાવે છે. અને જીલ્લા તથા તાલુકા કક્ષાનાં તેમજ રાજ્ય કક્ષાના એડવાન્સ તેમજ બેઝીક તાલીમ મેળવેલ છે. ચતા એન.સી.સી.માં પણ તેમજ આર્મીમાં એક મહિનાની તાલીમ મેળવેલ છે. તથા પર્વતારોહણમાં બેઝીક તેમજ એડવાન્સ કોર્સની તાલીમ મેળવેલ છે. ક્રીમીનલ, સીવીલ, ગ્રાહક સુરક્ષા, લેબર વગેરે કોર્ટ કચેરીની કાર્યવાહીમાં આગળ પડતું નામ ધરાવે છે અને પછાતવર્ગના લોકો પ્રત્યે સહાનુભુતિ દાખવે છે. તેઓને જન્મદિવસ નિમિતે મો.નં. ૯૮૯૮૪ ૯૬૬૧૯ ઉપર શુભેચ્છા મળી રહેલ છે.

(11:30 am IST)