Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

યુવા એડવોકેટ- સમન્વય ફાઉન્ડેશનના પ્રમુખ કાંતિલાલ ભુતનો જન્મદિવસ

રાજકોટઃ યુવા એડવોકેટ અને સમન્વય ફાઉન્ડેશનના પ્રમુખ કાંતિલાલ ભુતનો આજે તા.૨૦ના જીવનનો ૪૩મો જન્મ દિવસ છે. જેઓ બાળપણથી આર.એસ.એસ.ના કાર્યકર્તા છે. શ્રી કે.લાલ ભુત સમન્વય ફાઉન્ડેશન પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે. તેઓની એસ.ટી. સલાહકાર સમિતી તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કલ્ચરલ એકટીવીટી બોર્ડના સભ્યપદે પણ સક્રિય ભુમિકા રહેલ. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના સબ કમીટી મેમ્બર, પરિશ્રમ સેવા મંડળીના મંત્રી, હયુમન રાઈટર એસેસ પ્રદેશ સમિતિ, પાર્થરાજ કલબ, રજવાડી કલબના સભ્યપદે પણ કાર્યરત છેે. મો.૯૦૬૭૪ ૮૮૧૫૭

(11:24 am IST)