Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

ધુનડાના સંત પૂ. જેન્તિરામબાપાનો જન્મ દિવસ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૨૧ :. જામજોધપુર નજીક આવેલ ધુનડાના સતપુરણધામ આશ્રમના સંસ્થાપક પૂ. જેન્તિરામબાપાનો આજે ૬૪મો જન્મ દિવસ છે.

ધુનડામાં દોઢ દાયકા પહેલા સતપુરણધામ આશ્રમનું નિર્માણ કરી આવનાર પ્રત્યેક ભાવિકો માટે કોઈપણ જાતના ભેદભાવ વગર રહેવા-જમવાની નિઃશુલ્ક સેવા આપતા પૂ. બાપાના આશ્રમમાં ભોજન-ભજન અને ભકિતનો ત્રિવેણી સંગમ રચાય છે. આ આશ્રમમાં દરરોજ ભજન - સત્સંગ યોજાય છે અને પૂ. જેન્તિરામબાપાએ દેશ-વિદેશમાં ધર્મનો પ્રચાર પ્રસાર કરી અનેકના જીવનમાં પરિવર્તન લાવ્યા છે અને આશ્રમના માધ્યમથી સતહરીરામ વિદ્યાલય ધો. ૧ થી ૧૦ શિક્ષણ સેવા હોસ્ટેલ તેમજ વડીલો માટે વૃદ્ધાશ્રમ સહીત અનેક સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવે છે.

અત્યંત સરળ સ્વભાવના બાળક જેવા લોકો સાથે વ્યવહાર કરતા પૂ. જેન્તિરામબાપાનો આજે જન્મ દિવસ હોય જોગાનુજોગ આજે પૂ. જલારામબાપાની જન્મ જયંતિ પણ હોય ત્યારે દેશ-વિદેશમાં આજે પૂ. જેન્તિરામબાપાના શિષ્ય સેવકો દ્વારા કોરોનાની મહામારીને લઈને સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી રહી છે. આજે પૂ. જેન્તિરામબાપા ૬૩ વર્ષ પુરા કરી ૬૪માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે ત્યારે સાધુ-સંતો મો. ૮૯૮૦૪ ૨૨૪૭૯ ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(11:42 am IST)