Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

યુવા એડવોકેટ- નોટરી અજયસિંહ ચૌહાણનો જન્મદિનઃ ૪૦માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ આજરોજ રાજકોટના યુવા ધારાશાસ્ત્રી એડવોકેટ એન્ડ નોટરી અજયસિંહ એમ. ચૌહાણનો જન્મદિવસ છે. તેઓ છેલ્લા ૧૭ વર્ષોથી રાજકોટ ખાતે ફોજદારી, રેવન્યુ, તેમજ સિવિલ ક્ષેત્રે વકીલાત કરે છે. કારડીયા રાજપુત સમાજમાં બહોળો ચાહકવર્ગ ધરાવે છે. શ્રી રાજકોટ ડ્રિસ્ટ્રિકટ કો.ઓપ. બેંક લી, રાજકોટ મહિલા નાગરિક સહકારી બેંક, ધ રાજકોટ મર્કેન્ટાઈલ કો.ઓપ.બેંક લી., શ્રી આદીનાથ ક્રેડ્રીટ કો. ઓપ. સોસાયટી લી. શ્રી કાઠીયાવાડ ક્રેડીટ કો.ઓપ. સોસાયટી લી., શ્રી જયોતિ ક્રેડીટ કો.ઓપ.સોસાયટી લી. તથા સરદાર વલ્લભભાઈ પટેલ ક્રેડીટ કો.ઓપ. સોસાયટી લી. તેમજ અલગ- અલગ બેંકો તથા સહકારી મંડળીઓમાં પેનલ એડવોકેટ તરીકે રોકાયેલ છે. તે ઉપરાંત જય સોમનાથ ક્રેડીટ કો.ઓપ. સોસાયટી લી.- રાજકોટમાં ચેરમેન દરજજે કામગીરી કરી રહ્યા છે. તાજેતરમાં નોટરી પબ્લીક તરીકે કેન્દ્ર સરકાર (ભારત સરકાર)એ નિમણુંક કરી છે. શ્રી અજયસિંહ એમ.ચૌહાણના ૪૦માં જન્મદિવસ નિમિતે તેઓને શુભેચ્છાઓ પાઠવામાં આવી રહી છે. તેમની ઓફિસ ૧૧૫- ઉમેશ કોર્મશિયલ કોમ્પલેક્ષ, ચૌધરી હાઈસ્કુલની બાજુમાં, કસ્તુરબા રોડ, રાજકોટ મો.૯૮૯૮૦ ૬૪૩૦૨

(11:56 am IST)