Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

ભાજપ ડોકટર સેલ સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ જાણીતા ફિઝીશ્યન ડો. અમિત હપાણીનો જન્મ દિવસ

રાજકોટ : ઇન્ડીયન મેડીકલ એસોસીએશન - ગુજરાતના પૂર્વ ઉપપ્રમુખ અને ભાજપ ડોકટર સેલ સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ સૌરાષ્ટ્રના જાણીતા ફીઝીશ્યન - કાર્ડીયોલોજીસ્ટ ડો. અમિત હપાણીનો આજે તા. ર૬ નવેમ્બરના રોજ જન્મ દિવસ છે.

તેઓ કોરોના કાળમાં પણ સતત સેવારત રહ્યા છે. તેમણે રાજકોટના પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ જવાન, ટ્રાફીક પોલીસ, જી.આર.ડી. જવાન, રાજકોટ જિલ્લા પંચાયતના તમામ કર્મચારીઓ વગેરેના ઓન ડયુટી સ્થળ પર જઇ સંપૂર્ણ તપાસ કરી આપી હતી. તેમણે વર્તમાન કોરોના કાળમાં સતત વિવિધ સંસ્થાઓ સાથે રહી લોક જાગૃતિના કાર્યક્રમો હાથ ધર્યા હતાં.

ડો. અમિત હપાણી ભાજપ ડોકટર સેલ - સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ તથા રાજકોટ શહેર ભાજપ કારોબારીના કાયમી આમંત્રીત સભ્ય છે. જુનાગઢ જિલ્લાના મેંદરડાના વતની વર્ષોથી રાજકોટને કર્મભૂમિ બનાવનાર ડો. હપાણી ઇન્ડીયન મેડીકલ એસોસીએશન - ગુજરાતના પૂર્વ ઉપપ્રમુખ સહિત આઇ. એમ. એ. -રાજકોટના પ્રેસીડન્ટ તરીકે, ગુજરાત મેડીકલ કાઉન્સીલ અને ગુજરાત ફાર્મસી કાઉન્સીલમાં અને ગુજરાત લેબર વેલફેર બોડમાં ડીરેકટર તરીકે ઉત્કૃષ્ઠ કામગીરી કરી હતી. તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સિન્ડીકેટ મેમ્બર, ભાવનગર યુનિવર્સિટીના પૂર્વ સેનેટ છે. તેઓ ટ્રસ્ટી શ્રી અરિહંત ફાઉન્ડેશન, ચેરમેન ડેફ-સોસાયટી, ડાયરેકટર - આરૂણી હોસ્પિટલ પ્રા. લી., જિલ્લા પલ્સ પોલીયો રસીકરણ સમિતિના સભ્ય ઉપરાંત શહેરની અનેક સામાજીક સંસ્થાઓમાં સેવા બજાવી રહ્યા છે. આ ઉપરાંત અગાઉ તેઓએ અનેક સર્વરોગ નિદાન કેમ્પ, લોકોમાં આરોગ્ય વિષયક જાગૃતિ લાવતા કાર્યક્રમોનું સફળ આયોજન કરેલ છે.

તબીબી સમુદાય તથા સમગ્ર સમાજમાં બહોળી ચાહના ધરાવતા ડો. અમિત હપાણીને (મો. ૯૮રપ૦ ૭૬૭૬૭) જૈન સમાજ સહિત સમસ્ત સમાજના અગ્રણીઓ, તબીબી વર્તુળ તથા શ્રેષ્ઠીઓ તરફથી જન્મ દિવસની શુભેચ્છા મળી રહી છે.

(2:26 pm IST)