Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

ભાજપ વોર્ડ નં.૧૦ના પ્રભારી, એડવોકેટ ડો.માધવ દવેનો જન્મદિન

રાજકોટઃ એલએલએમ, એમજેએમસી, એમબીએ, પીએચડીની ડિગ્રીઓ ધરાવતા વરિષ્ઠ એડવોકેટ ડો.માધવ દવેનો આજે જન્મદિન છે. શિશુ અવસ્થાથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર તરીકે સામાજીક જીવનમાં યોગદાન આપીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં વિદ્યાર્થીઓના પ્રશ્ને જાગૃત રહીને તેમાં પણ પ્રદેશ સુધીની જવાબદારી સંભાળીને હાલમાં ભારતીય જનતા પાર્ટીના હ્યુમન રાઈટ્સ સેલ પ્રદેશ કન્વીનર તેમજ રાજકોટ શહેર ભાજપના વોર્ડ નં-૧૦ના પ્રભારી તરીકે યોગદાન આપી રહ્યાં છે. એનીમલ હેલ્પલાઈન, કરૂણા ફાઉન્ડેશન, સેતુબંધ ફાઉન્ડેશનભ, અભિનવ સોશ્યલ ગ્રુપ, વિવેકાનંદ યુથ કલબ  સાથે સંકળાયેલા છે. રાજકોટ નાગરિક સહકારી બેંકમાં જંકશન રોડ બ્રાન્ચ, શાખા વિકાસ સમિતિના કન્વીનર, પોલીસ સલાહકાર સમિતિના સભ્ય, પંચનાથ મહાદેવ મંદીર ટ્રસ્ટના કાર્યકર્તા, પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના ટ્રસ્ટી, રાજકોટ શહેર સમસ્ત બ્રહ્મસમાજના કારોબારી સદસ્ય, તેમજ ભાજપ લીગલ સેલ, ભાજપ ચુંટણી સેલમાં કાર્ય કરી રહેલા ડો.માધવ દવેને જન્મદિવસે મો.૯૮૨૫૩ ૫૫૮૦૭ ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.

(12:50 pm IST)