Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

ટપુભાઈને જન્‍મદિનની શુભેચ્‍છા પાઠવતા અમિતભાઈ શાહ

રાજકોટઃ. ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્‍ય જાહેર જીવનના જૂના અને જાણીતા અગ્રણી શ્રી ટપુભાઈ લીંબાસિયાએ તા. ૬ જાન્‍યુઆરીએ ૮૩માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ પ્રસંગે કેન્‍દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે તેમને યાદ કરી પાઠવેલ પત્રમાં જીવનના તમામ ક્ષેત્રે ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવી હતી.

શ્રી ટપુભાઈએ પોતાને યાદ કરી જન્‍મદિનની શુભેચ્‍છા પાઠવવા બદલ શ્રી અમિતભાઈ પ્રત્‍યે અપાર પ્રસન્‍નતા સાથે આભારની લાગણી વ્‍યકત કરી છે.

(10:26 am IST)