Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

જુનાગઢના સિનિયર ટીવી જર્નાલિસ્ટ અને વાઇલ્ડ લાઇફ સિનેમેટોગ્રાફર હનીફ ખોખરનો જન્મ દિવસ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૯ : ગુજરાતના ટેલિવિઝન પત્રકારોમાં નામના ધરાવતા હનીફ ખોખરનો આજે જન્મ દિવસ છે, હનીફ ખોખરે ૧૯૯૦ પહેલા થી પ્રેસ ફોટોગ્રાફર તરીકે ની કારકિર્દી શરૂ કાર્ય પછી વર્ષ ૨૦૦૦થી ઝી ન્યૂઝ સાથે ટેલિવિઝન ન્યૂઝ ચેનલ સાથે કારકિર્દીની શરૂઆત કરી હતી, હંમેશા વાદવિવાદો થી દૂર રહીને હકારાત્મક પત્રકારિતા કરનાર હનીફ ખોખરે ઝી નેટવર્ક ઉપરાંત ઇન્ડિયા ટીવી, આજતક, એનડીટીવી, CNN-IBN સહિતની અગ્રણી ન્યૂઝ ચેનલો સાથે કામ કરી ચુકયા છે, તેઓ વર્ષો થી ભારત ની અગ્રણી ન્યૂઝ એજન્સી ANI (એશિયન ન્યૂઝ ઇન્ટરનેશનલ) PTI (પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા) BBC અને દૂરદર્શન સાથે કામ કરી રહ્યા છે.

ટેલિવિઝન પત્રકાર હનિફ ખોખર ૧૫ વર્ષના હતા ત્યારે બગસરામાં રહીને ગુજરાત, ભારત અને વિશ્વના દેશોના રેડિયો સાંભળવાનો શોખ હતો. ત્યારે તેમણે નક્કી કર્યું કે તે સમાચારોની દુનિયા સાથે જોડાશે. તેમનું સપનું ૨૦૦૦માં સાકાર થયું હતું. તે ઝી ન્યૂઝ સાથે જોડાઈને ટિલિવિઝન જર્નાલિસ્ટ બની ગયા હતા. હનીફ ખોખર મૂળ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી અને જાદુગર કે લાલની ભૂમિ બગસરા ગામના વાતની છે, પછી તેઓ અમરેલીમાં અને ત્યાર પછી જૂનાગઢમાં સ્થાય થયા છે.

હનીફ ખોખર ને વન્ય પ્રાણી અને જંગલ ની ફોટોગ્રાફી કરવાનો શોખ છે અને ખાસ કરીને એશિયાઈ સિંહો ના સંરક્ષણ માટે વન વિભાગની ઘણી ડોકમેનટરી ફિલ્મો બનાવી છે. ૫૦ જેટલા દેશની અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે કામ કરી રહ્યા છે, ડિસ્કવરી અને નેશનલ જયોગ્રાફિક ટીવી ચેનલ સાથે પણ સંકળાયેલા છે,

હનીફ ખોંખર ગર્વ ગિરનાર ની ગોડ માં વસેલા જૂનાગઢ શહેરમાં સ્થાઈ થયાંયેલા છે, પત્ની સાજીદાબેન ખોખર યોગ અને પ્રાણાયામ ના શિક્ષક છે અને  જૂનાગઢમાં પતંજલી ચિકિત્સાલય ધરાવે છે અને ૨૦૦૭થી જૂનાગઢમાં બાબા રામદેવ સાથે જોડાઈને પતંજલિ યોગ સમિતિ અને ભારત સ્વાભિમાન ના કાર્યકર છે અને લોકોને નિઃશુલ્ક યોગ શિખવે છે, પુત્ર હસરત ખોખર બી ટેક સિવિલ એન્જીનીયર છે. અને પુત્રી તમન્ના ખોખર ઈન્ટીરીયર ડિઝાઈનર છે.

આજે હનીફ ખોખર નો જન્મ દિવસ છે ત્યારે તેમના મિત્રો અને શુભેચ્છકો દ્વારા મોબાઈલ નંબર ૯૪૨૬૪૫૭૨૬૪ અભિનંદન ની વર્ષ થઇ રહી છે.

(1:03 pm IST)