Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

જામનગર, જૂનાગઢ, પોરબંદર વગેરેમાં ફરજ બજાવેલ

પાટણ જિલ્લા વિકાસ અધિકારી ડી.કે. પારેખને જન્મદિન મુબારક

રાજકોટઃ. ઉત્તર ગુજરાતના પાટણના જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.કે. પારેખનો જન્મ ૧૯૬૪ના વર્ષની ૧૩ જાન્યુઆરીએ થયેલ. આજે ૫૮માં વર્ષના પંથે પ્રયાણ કર્યુ છે. મૂળ કચ્છના વતની શ્રી પારેખ ૨૦૦૯ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં જામનગરમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર, પોરબંદરમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, વેરાવળ સોમનાથમાં પ્રાંત અધિકારી, જૂનાગઢ નગરપાલિકામાં ચીફ ઓફિસર, ગુજરાત રક્ષા શકિત યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ, રાજ્યના રોજગાર અને તાલીમ નિયામક, સુરતના જિલ્લા વિકાસ અધિકારી વગેરે સ્થાનો પર ફરજ બજાવી છે.ફોન નં. ૦૨૭૬૬-૨૩૨૯૩૬,મો. ૯૯૭૮૪ ૦૬૨૪૩ - પાટણ

(11:47 am IST)