Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

યુવા એડવોકેટ નરેશ જી. ડાંગરનો જન્મ દિવસ : ૩ર માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ તા. ૮ : મૂળ પરાપીળીયા ગામના અને વ્યવસાયે રાજકોટને કર્મભુમિ બનાવી રેવન્યુ ક્ષેત્રે નશીબ અજમાવનાર યુવા એડવોકેટ નરેશભાઇ જી. ડાંગરનો આજે જન્મ દિવસ છે. જાણીતા એડવોકેટ કેતન વી. મંડના માર્ગદર્શન હેઠળ રેવન્યુ ક્ષેત્રે પોતાની કાબેલીયતનો પ્રભાવ બતાવી રહેલ નરેશનભાઇ ડાંગર (મો.૯૭૨૩૪ ૫૮૦૪૪) એ યશસ્વી જીવનના ૩ર માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. જન્મદિવસ નિમિતે ઠેરઠેરથી શુભેચ્છા મળી રહી છે.

(11:52 am IST)
  • મહારાષ્ટ્રમાં દશેરાના તહેવાર ઉપર દર વર્ષે નીકળતી નાંદેડ ગુરુદ્વારાની શોભાયાત્રા ઉપર રોક : કોરોના કહેરને કારણે જાહેર શોભાયાત્રા જોખમી પુરવાર થઇ શકે તેવી મહારાષ્ટ્ર સરકારની રજુઆત : ગુરુદ્વારાના સંચાલકો સુપ્રીમ કોર્ટમાં જતા નામદાર કોર્ટએ મુંબઈ હાઇકોર્ટમાં જવા સૂચના આપી access_time 1:43 pm IST

  • સાંજ સુધીમાં વધુ એક સીસ્ટમ્સ બનશેઃ ૨૨મી સુધી ઓરિસ્સાના ઘણા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડશેઃ બંગાળની ખાડી ઉપર આજે સાંજ સુધીમાં 'લો પ્રેસર એરિયા' સર્જાવાની સંભાવના છે, જેના પરિણામે ઓડિશાના ઘણા ભાગોમાં ૨૨ ઓકટોબર સુધી ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના નિયામક એચ. આર. વિશ્વાસે જણાવ્યું હતું કે, ૨૨ ઓકટોબર સુધી મુખ્યત્વે ઓડિશાના દક્ષિણ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. તેમણે જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન રાજયના કેટલાક ભાગોમાં હળવા પુરની, પાણી ભરવાની શકયતા છે access_time 12:34 pm IST

  • રાજકોટ માં વીજળી ના કડાકા ભડાકા સાથે સાંજે 1 કલાક માં બેફામ 2 ઇંચ વરસાદ.રોડ પર નદીઓ વહી. વીજળી ના ભયંકર અવાજ થી લોકો ફફડી ઉઠ્યા.ફાયર બ્રિગેડમાં સામા કાંઠે 55 મી.મી. અને જુના રાજકોટ માં 45 મી મી. વરસાદ નોંધાયો .હજુ અસહ્ય બફારો યથાવત.ફફડી access_time 8:44 pm IST