Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવનો જન્મદિન

રાજકોટ : રાજ્યના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે આધુનિક ટેકનોલોજી આધારિત ક્રાંતિકારી ફેરફારો કરી રહેલા સચિવ શ્રી વિનોદ રાવ (આઇ.એ.એસ-૨૦૦૦)નો જન્મ તા. ૮ ઓકટોબર ૧૯૭૬ના દિવસે થયેલ. આજે ૪૫માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. તેઓ મુળ કેરલના વતની છે.

શ્રી વિનોદ રાવ ભૂતકાળમાં સુરેન્દ્રનગરમાં જિલ્લા વિકાસ અધિકારી વડોદરા અને પાટણમાં જિલ્લા કલેકટર, વડોદરામાં મ્યુનિસિપલ કમિશનર રાજ્યમાં અધિક ગ્રામ વિકાસ કમિશનર, કુટિર ઉદ્યોગ કમિશનર રાષ્ટ્રીય ગ્રામીણ મિશનના નિયામક વગેરે સ્થાનો પર રહી ચૂકયા છે.હાલ સરકારે કોરોનાની પરિસ્થિતીને અનુલક્ષીને તેમને વડોદરામાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે જવાબદારી સોંપી છે.

ફોન નં. -૦૭૯-૨૩૨૫૧૩૦૩ મો. ૯૯૭૮૪ ૦૨૯૫૯ ગાંધીનગર

(11:52 am IST)