Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

જામજોધપુર-લાલપુરના ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયાનો જન્મદિન

જામજોધપુર, તા., ૮: જામજોધપુર-લાલપુર વિસ્તારના ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયાનો આજે જન્મદિન છે. તેમનો જન્મ તા.૮-૧૦-૭૭ના રોજ થયેલ છે. તેઓ ૪ર વર્ષ પુર્ણ કરીને ૪૩ વર્ષમાં પ્રવેશ કરી રહેલ છે. ધારાસભ્ય ચિરાગભાઇના પિતા પણ રમેશભાઇ વિઠ્ઠલભાઇ કાલરીયા તથા દાદા વિઠ્ઠલભાઇ પ્રેમજી કાલરીયા બન્ને પુર્વ ધારાસભ્યો હતા. દાદા સિદર ઉમીયા માતાજી મંદિરના સ્થાપક પ્રમુખ છે. ચિરાગભાઇ પ્રદેશ કોંગ્રેસ સમીતીના મહામંત્રી, જામજોધપુર કડવા પટેલ સેવા સમાજના તથા કડવા પટેલ કન્યા છાત્રાલયના ટ્રસ્ટી છે. તેઓ અન્ય વિવિધ શૈક્ષણીક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેઓ રકતદાન કેમ્પ, નિદાન કેમ્પ તથા વન્યકરણ એવી અનેક સમાજ સેવા પ્રવૃતી કરી રહયા છે. તેમને મિત્રો-શુભેચછકો તેમના મો. ૯૪ર૭ર પ૬૯૯૯ ઉપર જન્મદિનની શુભેચ્છા પાઠવી રહયા છે.

(11:52 am IST)