Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

રાજકોટના યુવા એડવોકેટ તેજસ ખરચલીયાનો આજે જન્મ દિવસ

રાજકોટ તા. ૮ :.. રાજકોટ બાર એસો.ના સભ્ય યુવા એડવોકેટ તેજસ એમ. ખરચલીયાનો આજે જન્મ દિવસ છે. તેઓ તેમના યશસ્વી  જીવનના ર૬ વર્ષ પુર્ણ કરી ર૭ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.

એલએલ.બી.ની પરીક્ષા પાસ કર્યા બાદ સનદ મેળવી તુરંત જ તેજસ ખરચલીયા તેમના બીગ બ્રધર (મોટાભાઇ) કૌશિક એમ. ખરચલીયા સાથે વકિલાતના વ્યવસાયમાં જોડાઇ ગયા છે. માત્ર બે વર્ષની વકિલાતની પ્રેકટીસમાં સિવીલ ક્રિમીનલ સાઇડમાં મહત્વના કેસો સંભાળી પક્ષકારોને ન્યાય અપાવ્યો છે તેઓ છેલ્લા ૩ વર્ષથી રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં લીગલ એડવાઇઝર તરીકે માનદ સેવા આપી રહ્યા છે.

તેજસ ખરચલીયાએ તેમના મિલનસાર સ્વભાવને લઇને બહોળુ મિત્ર વર્તુળ પણ ઉભુ કયુ છે આજે તેજસભાઇને તેમના જન્મ દિવસ નિમિતે મો. ૮૮૬૬૮ ર૭૦૦પ ઉપર રાજકોટ બાર એસો.ના સભ્યો, સ્નેહીજનો શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(12:41 pm IST)
  • મહારાષ્ટ્રમાં દશેરાના તહેવાર ઉપર દર વર્ષે નીકળતી નાંદેડ ગુરુદ્વારાની શોભાયાત્રા ઉપર રોક : કોરોના કહેરને કારણે જાહેર શોભાયાત્રા જોખમી પુરવાર થઇ શકે તેવી મહારાષ્ટ્ર સરકારની રજુઆત : ગુરુદ્વારાના સંચાલકો સુપ્રીમ કોર્ટમાં જતા નામદાર કોર્ટએ મુંબઈ હાઇકોર્ટમાં જવા સૂચના આપી access_time 1:43 pm IST

  • ચેન્નાઈની ચિંતા વધી : બ્રાવો હજુ બે સપ્તાહ નહિં રમે : ચેન્નાઈના ઓલરાઉન્ડર ડી. બ્રાવો વધુ બે સપ્તાહ નહિં રમી શકે તેની ઈન્જરી વકરી છે. દિલ્હી સામેના મેચમાં બોલીંગ પણ કરી ન હતી. access_time 2:37 pm IST

  • રાજકોટ મહેસુલી જિલ્લામાં પૂર્વ પરીક્ષા પાસ ન કરતા ફિકસ પગારવાળા બે કારકૂનને નોકરીમાંથી છૂટા કર્યા : રાજયમાં ૨૦૦૮થી મહેસુલ ખાતામાં ફિકસ પગાર મામલતદારની નિમણુંક થાય છે : આ લોકોએ ફરજીયાત પૂર્વ પરીક્ષા ત્રણ ટ્રાયલમાં પાસ કરવાની હોય છે : આવી પરીક્ષા ત્રણ તબક્કામાં પાસ ન કરનાર રાજકોટ અને કોટડા સાંગાણીના બે કારકૂનને કલેકટરે નોકરીમાંથી છૂટા કરી દેતો હુકમ કર્યો છે : તાજેતરમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પૂર્વ તાલીમ પરીક્ષા પાસ ન કરનારને ડાયરેકટ નોકરીમાંથી છૂટા કરાશે તેવી જાહેરાત કરી હતી. access_time 3:36 pm IST