Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

ગરૈયા કોલેજ-હોસ્પીટલના ટ્રસ્ટી વનરાજભાઇ ગરૈયાનો કાલે જન્મદિન

રાજકોટઃ ગરૈયા કોલેજ-હોસ્પીટલના ટ્રસ્ટી શ્રી વનરાજભાઇ ગરૈયાનો આવતીકાલે જન્મદિવસ છે તેઓ બી.જી.ગરૈયા આયુર્વેદ કોલેજ અને હોસ્પીટલ-રાજકોટ, બી.જી.ગરૈયા હોમીયોપેથી કોલેજ-રાજકોટ, નોબલ ડે એન્ડ બોર્ડીગ સ્કુલ કાળીપાટ, નોબલ સ્કુલ-રાજકોટ, નોબલ વિદ્યાલય-રાજકોટ, વાસુદેવ વિદ્યાલય કર્મચારી સોસાયટી-રાજકોટ, હોટેલ માઉન્ટ પેલેસ, મોન્સ્ટર જીમના માલીક છે. કોવીડ-૧૯ આઉટબ્રેક (કોરોના ડીસીઝ) બાદ વનરાજભાઇએ પોતાની માલીકીના કોલેજ કેમ્પસ ગુજરાત સરકારને કોરોના કેર સેન્ટર બનાવવવા માટે આપ્યો છે. ઉપરાંત આ સેન્ટરમાં દર્દીને સંપુર્ણ ફ્રી ઓફ કોસ્ટ સારવાર અને ભોજન સહીતની સુવિધા પુરી પાડવામાં આવી રહી છે. કોવીડ-૧૯ સારવાર સેન્ટરમાંથી ૩પ૦ થી વધુ કોરોના દર્દીઓ સાજા થઇ ઘરે પરત ફર્યા છે તેઓએ યુવાનોને સંદેશ આપતા જણાવે છે કે માતા-પિતાએ સૃષ્ટિ પરના ભગવાન છે. આથી જીવનમાં તેમનું મહત્વ વિશેષ આંકવુ ઉપરાંત શીક્ષીત બની, નેક બનવુ સફળતા માટે માત્ર ડીગ્રીઓની જરૂરીયાત નથી. પરંતુ દ્રઢ મનોબળ હોવુ જરૂરી છે. ઉપરાંત કંઇક કરી બતાવવાની ખેવના પણ હોવી જોઇએ. વનરાજભાઇને જન્મદિનની પુર્વ સંધ્યાએ જ અભિનંદન વર્ષા થઇ રહી છે. ફોન-(૦ર૮૧) ર૭૮પપપપ.

(2:40 pm IST)