Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

નવાગઢના કિરીટભાઇ ગઢીયાનો જન્મદિવસ

નવાગઢ તા.૧ર : નવાગઢ ઉત્સાહી રઘુવંશી યુવાન કિરીટભાઇ ગઢીયાનો આજે જન્મદિવસ છે. આત્મ શકિત અને સંપુર્ણ ભરોસા સાથે પોતાની જાતે જ કાર્ય કરી વિકાસ સાધવાના દૃઢ મનોબળ ધરાવતા કિરીટભાઇ ઠંડા ઠંડા  કુલ કુલ કોલ્ડ્રીકસ પાર્લર નવાગઢ તથા જેતપુરમાં ચલાવે છે. આજના જન્મદિવસની મો.નં.૯૬૦૧૮ ૯ર૩૮૬ ઉપર શુભકામના મેળવી રહયા છે.

(12:55 pm IST)
  • સાંજ સુધીમાં વધુ એક સીસ્ટમ્સ બનશેઃ ૨૨મી સુધી ઓરિસ્સાના ઘણા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડશેઃ બંગાળની ખાડી ઉપર આજે સાંજ સુધીમાં 'લો પ્રેસર એરિયા' સર્જાવાની સંભાવના છે, જેના પરિણામે ઓડિશાના ઘણા ભાગોમાં ૨૨ ઓકટોબર સુધી ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના નિયામક એચ. આર. વિશ્વાસે જણાવ્યું હતું કે, ૨૨ ઓકટોબર સુધી મુખ્યત્વે ઓડિશાના દક્ષિણ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. તેમણે જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન રાજયના કેટલાક ભાગોમાં હળવા પુરની, પાણી ભરવાની શકયતા છે access_time 12:34 pm IST

  • બાંગલાદેશના 50 માં સ્વાતંત્ર્ય દિન નિમિતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ઢાકા જશે : 26 માર્ચ 2021 ના રોજ થનારી ઉજવણી માટે મળેલા આમંત્રણનો સ્વીકાર : 1971 ની સાલમાં 26 માર્ચના રોજ પાકિસ્તાનથી અલગ પડી બાંગલાદેશ આઝાદ થયો હતો. access_time 12:00 pm IST

  • રાજકોટ માં વીજળી ના કડાકા ભડાકા સાથે સાંજે 1 કલાક માં બેફામ 2 ઇંચ વરસાદ.રોડ પર નદીઓ વહી. વીજળી ના ભયંકર અવાજ થી લોકો ફફડી ઉઠ્યા.ફાયર બ્રિગેડમાં સામા કાંઠે 55 મી.મી. અને જુના રાજકોટ માં 45 મી મી. વરસાદ નોંધાયો .હજુ અસહ્ય બફારો યથાવત.ફફડી access_time 8:44 pm IST