Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

એનિમલ હેલ્પલાઇનના સેક્રેટરી પ્રતિક સંઘાણીનો કાલે જન્મદિન

રાજકોટ : સેવા જગતમાં અનેરૂ નામ ધરાવતાં યુવા તરવરીયા, પ્રખર જીવદયા પ્રેમી, સેવાક્ષેત્રનો પ્રતિષ્ઠીત ગારડી એવોર્ડ વિજેતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા પણ સન્માનીત, એનીમલ હેલ્પલાઇનના સેક્રેટરી તથા જૈન સમાજના યુવા અગ્રણી પ્રતિક સંઘાણીનો આવતીકાલે તા. ૧૫ ઓકટોબર ગુરૂવારેનાં દિવસે ૩૯મો જન્મદિવસ છે. તેઓ શ્રી કરૂણા ફાઉન્ડેશન સંચાલીત એનીમલ હેલ્પલાઇન તથા અન્નક્ષેત્ર અને નિઃશુલ્ક વેટરનરી હોસ્પિટલ-શેલ્ટર, જીલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના ટ્રસ્ટી છે. તેમજ સમસ્ત મહાજન, પીપલ ફોર એનીમલ્સ, બ્યુટી વિધાઆઉટ, ક્રુઆલ્ટી વિવેકાંનદ યુથ કલબ, થેલેસેમિયા જનજાગૃતિ સમિતિઘ દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ, મિત્ર ફાઉન્ડેશન, એનીમલ વેલફેર બોર્ડ, ગુજરાત રાજ્ય ગૌશાળા પાંજરાપોળ સંઘ વિવિધ ગૌશાળા અને પાંજરાપોળો સાથે સક્રિય રીતે જોડાયેલા છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે 'જીવદયા રત્ન એવોર્ડ'ભારત ભામાશા પૂ.દિપચંદ ગારડીના હસ્તે 'ગાર્ડી એવોર્ડ', જૈન સમાજ દ્વારા 'જૈન રત્ન એવોર્ડ' તેઓને મળેલો છે. પ્રતિકભાઇએ એમ.જે.એમ.સી, એમ. ફીલ સુધી ઉચ્ચ અભ્યાસ કરેલ છે. સાત વર્ષ પૂર્વે દુષ્કાળ જેવી પરિસ્થિતીને લઇને ૩,૫૦૦ જેટલા અબોલ જીવો, ગૌમાતા માટે કરાયેલા ૬ કેટલ કેમ્પોનાં સંચાલનમાં નિમીત બનેલા વ્યવસાયો કોર્પોરેટ ઓફીસ સ્ટેશનરી સપ્લાયર્સ છે.

પ્રતિક સંઘાણીને માતૃશ્રી છાયાબેન, પિતાશ્રી દિલીપભાઇ હરસુખભાઇ, પત્ની કિજલબેન દીકરી આંગી અને પુત્ર જીનાંશના જન્મદિનની શુભેચ્છા પાઠવી છે.મો. ૯૯૯૮૦ ૩૦૩૯૩

(3:39 pm IST)
  • રાજકોટ માં વીજળી ના કડાકા ભડાકા સાથે સાંજે 1 કલાક માં બેફામ 2 ઇંચ વરસાદ.રોડ પર નદીઓ વહી. વીજળી ના ભયંકર અવાજ થી લોકો ફફડી ઉઠ્યા.ફાયર બ્રિગેડમાં સામા કાંઠે 55 મી.મી. અને જુના રાજકોટ માં 45 મી મી. વરસાદ નોંધાયો .હજુ અસહ્ય બફારો યથાવત.ફફડી access_time 8:44 pm IST

  • સાંજ સુધીમાં વધુ એક સીસ્ટમ્સ બનશેઃ ૨૨મી સુધી ઓરિસ્સાના ઘણા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડશેઃ બંગાળની ખાડી ઉપર આજે સાંજ સુધીમાં 'લો પ્રેસર એરિયા' સર્જાવાની સંભાવના છે, જેના પરિણામે ઓડિશાના ઘણા ભાગોમાં ૨૨ ઓકટોબર સુધી ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના નિયામક એચ. આર. વિશ્વાસે જણાવ્યું હતું કે, ૨૨ ઓકટોબર સુધી મુખ્યત્વે ઓડિશાના દક્ષિણ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. તેમણે જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન રાજયના કેટલાક ભાગોમાં હળવા પુરની, પાણી ભરવાની શકયતા છે access_time 12:34 pm IST

  • બાંગલાદેશના 50 માં સ્વાતંત્ર્ય દિન નિમિતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ઢાકા જશે : 26 માર્ચ 2021 ના રોજ થનારી ઉજવણી માટે મળેલા આમંત્રણનો સ્વીકાર : 1971 ની સાલમાં 26 માર્ચના રોજ પાકિસ્તાનથી અલગ પડી બાંગલાદેશ આઝાદ થયો હતો. access_time 12:00 pm IST