Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

ગીર-સોમનાથ મત્સ્યો ઉદ્યોગ અધિક્ષક વિમલ પંડ્યાનો કાલે જન્મદિવસ

(મીનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ,તા.૧૭ : આસો માસની નવરાત્રીના  બીજા દિવસે ગીર -સોમનાથ જીલ્લા મદદનીશ મત્સય ઉદ્યોગ અધિક્ષક -વેરાવળ એવા વિમલ પંડ્યા તેમની સફળતમ જીંદગીના ૪૬ વર્ષ પૂર્ણ કરી કાલે રવિવારે ૧૮ ઓકટોબરે ૪૭મા વર્ષમાં પ્રર્વેશ છે.

તા. ૧૮/૧૦/૧૯૭૪ના રોજ અમરેલી મુકામે જન્મેલ તેઓએ ફીસરીઝ કોલેજ વેરાવળ ખાતે અભ્યાસ કરી બેચલર ઓફ ફીસરીઝ સાયન્સ ડીગ્રી મેરીટ સાથે પ્રાપ્ત કરી અને વર્ષ ૨૦૦૦માં ગુજરાત ફીસરીઝ સર્વીસમાં જોડાયા અમરેલી ખાતે અને ૨૦૦૩માં જાફરાબાદ અને ૨૦૦૮માં પ્રમોશનથી વેરાવળમાં હાલ કાર્યરત છે.

મિલનસાર સ્વભાવ, માછીમારો-અરજદારોને નમ્રતાથી માર્ગદર્શન અધિકારીઓ સ્ટાફ પરિવાર જેનો સ્નેહ તેમના જન્મદિવસે મો. ૯૪૨૭૨ ૬૧૦૦૪ ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.

(11:45 am IST)
  • દેશમાં કોરોનાં કેસનો આંકડો 75 લાખને પાર પહોંચ્યો : રિકવર થનારની સંખ્યા 66 લાખથી વધુ :સાંજે 7 વાગ્યા સુધીમાં દેશના માત્ર કેટલાક રાજ્યોના કોરોનાં કેસના આંકડા જ ઉપલબ્ધ access_time 7:31 pm IST

  • પશ્ચિમ બંગાળમાં પૂજા પંડાલમાં એન્ટ્રી ઉપર હાઇકોર્ટની રોક : 22 ઓક્ટોબરથી શરૂ થનારી દુર્ગા પૂજા માટે પંડાલમાં લિમિટેડ લોકો જ જઈ શકશે : નાના પંડાલમાં 15 અને મોટા પંડાલમાં 25 લોકો માટે જ પ્રવેશ : વર્તમાન કોવિદ -19 સંજોગોમાં જાહેર જનતા માટે પંડાલ ખુલ્લા મુકવામાં આવે તો સંક્ર્મણમાં 3 થી 4 ગણો વધારો થઇ શકે તેવી તબીબોની ચેતવણીને ધ્યાને લઇ નામદાર કોર્ટનો આદેશ access_time 5:40 pm IST

  • સાંજ સુધીમાં વધુ એક સીસ્ટમ્સ બનશેઃ ૨૨મી સુધી ઓરિસ્સાના ઘણા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડશેઃ બંગાળની ખાડી ઉપર આજે સાંજ સુધીમાં 'લો પ્રેસર એરિયા' સર્જાવાની સંભાવના છે, જેના પરિણામે ઓડિશાના ઘણા ભાગોમાં ૨૨ ઓકટોબર સુધી ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના નિયામક એચ. આર. વિશ્વાસે જણાવ્યું હતું કે, ૨૨ ઓકટોબર સુધી મુખ્યત્વે ઓડિશાના દક્ષિણ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. તેમણે જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન રાજયના કેટલાક ભાગોમાં હળવા પુરની, પાણી ભરવાની શકયતા છે access_time 12:34 pm IST