Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

પૂર્વ ધારાસભ્ય, તુલસીશ્યામના ટ્રસ્ટી અને કાઠી ક્ષત્રિય સમાાજના પ્રમુખ પ્રતાપભાઇ વરૂનો જન્મદિન

અમરેલી-ભાવનગર-રાજુલા,તા. ૧૭: રાજુલા વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય અને પ્રસિદ્ઘ તિર્થધામ તુલસીશ્યામના ટ્રસ્ટી - દરબાર પ્રતાપભાઈ વરૂનો આજે જન્મદિવસ છે.

આરજી હુકુમતના પ્રણેતા - પિતા સ્વ. સુરગભાઈ વરૂ (પૂર્વ ધારાસભ્ય) તરફથી પ્રતાપભાઈને રાજકીય વારસો ઉપરાંત કાઠી કુળના ઉત્ત્।મ સંસ્કાર તથા સેવાના મૂલ્યો સાથે રાષ્ટ્રવાદની પ્રબળ ભાવના વારસામાં મળી છે. રાજકીય ક્ષેત્રે ઝળહળતી કારકીર્દી સાથે પ્રતાપભાઈનું સામાજીક ક્ષેત્રે પણ બહુ મોટું યોગદાન રહ્યુ છે. રચનાત્મક કાર્યોમાં હરહંમેશ આગળ રહેતા પ્રતાપભાઈ અનેક લોકોના વેરઝેર મિટાવી સુખદ સમાધાનમાં નિમિત બન્યા છે.

કાઠી ક્ષત્રિય સમાજે સમગ્ર ગુજરાતના પ્રમુખની જવાબદારી પ્રતાપભાઈને સોંપી છે. તેઓ તુલસીશ્યામ તીર્થધામના વિકાસના સ્વપન દ્રસ્ટા છે. હાલ કોરોના સંક્રમણને કારણે તેઓ પોતાનો જન્મ દિવસ નહિ ઉજવે અને ઘરેથી જ પૂ.શ્યામબાપાના દર્શન કરી કોરોનાના શમન માટે પ્રાર્થના કરશે. તેમનો મો.નંબર ૯૮૭૯૧૪૪૩૩૩ છે.

(11:46 am IST)
  • દેશમાં કોરોનાં કેસનો આંકડો 75 લાખને પાર પહોંચ્યો : રિકવર થનારની સંખ્યા 66 લાખથી વધુ :સાંજે 7 વાગ્યા સુધીમાં દેશના માત્ર કેટલાક રાજ્યોના કોરોનાં કેસના આંકડા જ ઉપલબ્ધ access_time 7:31 pm IST

  • રાજકોટ મહેસુલી જિલ્લામાં પૂર્વ પરીક્ષા પાસ ન કરતા ફિકસ પગારવાળા બે કારકૂનને નોકરીમાંથી છૂટા કર્યા : રાજયમાં ૨૦૦૮થી મહેસુલ ખાતામાં ફિકસ પગાર મામલતદારની નિમણુંક થાય છે : આ લોકોએ ફરજીયાત પૂર્વ પરીક્ષા ત્રણ ટ્રાયલમાં પાસ કરવાની હોય છે : આવી પરીક્ષા ત્રણ તબક્કામાં પાસ ન કરનાર રાજકોટ અને કોટડા સાંગાણીના બે કારકૂનને કલેકટરે નોકરીમાંથી છૂટા કરી દેતો હુકમ કર્યો છે : તાજેતરમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પૂર્વ તાલીમ પરીક્ષા પાસ ન કરનારને ડાયરેકટ નોકરીમાંથી છૂટા કરાશે તેવી જાહેરાત કરી હતી. access_time 3:36 pm IST

  • દેશમાં કોરોના કેસનો આંકડો 76 લાખની નજીક પહોંચ્યો :છેલ્લા કેટલાય દિવસોથી નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં એકધારો ઘટાડો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 45,048 કેસ નોંધાયા : કુલ કેસનો આંકડો 75,94,285 થયો :એક્ટીવ કેસ ઘટીને 7,47,437 થયા : વધુ 69,562 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 67,30,379 રિકવર થયા : વધુ 588 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,15,235 થયો access_time 1:17 am IST