Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

કૌશિક સિંધવ - સફળ નાટયધર્મીની ૭૬માં વર્ષમાં એન્ટ્રીઃ કાલે જન્મદિન

રાજકોટઃ નાટય અભિનય માટે જેનુ  આદરપૂર્વક નામ લેવાય છે તે પીઢ રંગકર્મી કૌશીક સીંધવ કાલે તા.૮-૧૧ ના રોજ ૭૬માં વર્ષમાં 'એન્ટ્રી' કરશે. રેડીયો, ટીવીના નાટકો, ટેલીફીલ્મ્સના માન્ય એ ગ્રેડ આ કલાધરે ૬૦ વર્ષની કારકીર્દીમાં સંખ્યાબંધ ભૂમિકાઓને ચિરજીંવી બનાવી છે. નાટય કલા અને પોતાની પણ ચાર-ચાર પેઢીઓ જોઇ અનુભવી અને કર્મસ્ય કરી ચુકેલ શ્રી સીંધવને આ કલાની સેવા ઓ માટે અનેક સ્થાનીક રાજય અને રાષ્ટ્રીય સન્માનો મળ્યા છે. આ વિષયના લેખનમાં હથરોટી છે. સંગીતના જાણકાર અને અચ્છા ગાયક પણ છે હાલમાં યુવા પેઢીને પોતાના નાટય ફળીયે નાટય  કલા અને પોતાની પણ ચાર-ચાર પેઢીઓ જોઇ અનુભવી અને કર્ર્મસ્થ કરી ચુકેલ શ્રી સિંધવને આ કલાની સેવાઓ માટે અનેક સ્થાનીક રાજય અને રાષ્ટ્રીય સન્માનો  મળ્યા છે. આ વિષયના લેખનમાં હથરોટી છે. સંગીતના જાણકાર અને અચ્છા ગાયક પણ છે. હાલમાં યુવા પેઢીને પોતાના નાટય ફળીયે નાટય અભિનય તેમજ તેના અન્ય પાસાઓની તાલીમ આ૫ે છે. તેના અનેક તાલીમાર્થી નાટય ડિગ્રી કોર્ષના અભ્યાસ માટે પસંદ પણ થયા છે અને પારીતોષીકો પણ મેળવ્યા છે. (કૌશીક સિંધવ મો.૭૩૫૯૩ ૨૬૦૫૧)

(2:43 pm IST)
  • મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં જામતી ઠંડીઃ કાલથી ચેન્નાઈમાં ધમધોકાર વરસાદ : મહારાષ્ટ્રમાં મુંબઈ, પુણે, નાસિક, મહાબલેશ્વર સહિતના સ્થળોએ રાત્રીના અને વ્હેલી સવારે હવે ઠંડી જામતી જશે : વિશ્વ પ્રસિદ્ધ મહાબળેશ્વરમાં તો ૧૧-૧૨ ડિગ્રી જેવું ઠંડુ ઉ.માન થઈ જશે : ચેન્નાઈમાં આવતીકાલથી ૨૪-૨૫ બે દિવસ ધમધોકાર વરસાદ પડશે : ૨૫મીએ ૪ ઈંચથી પણ વધુ ભારે વરસાદ ખાબકવાની આગાહી થઈ છે : કાલે અને પરમદિવસે, મંગળ-બુધવારે જોરદાર પવન ફૂંકાશે : દિલ્હીનું હવામાન સવારનું ૧૧ ડિગ્રી અને દિવસનું ૨૪ ડિગ્રી આસપાસ રહેશે access_time 11:31 am IST

  • અમદાવાદના રાત્રી કર્ફ્યુને લઇ આવ્યા મોટા સમાચાર : કોરોના સંક્રમણ ને લીધે અમદાવાદમાં 7મી ડિસેમ્બર સુધી રાત્રી કર્ફ્યુ જાહેર : અમદાવાદ પોલીસના જાહેરનામામાં તારીખનો ઉલ્લેખ : પોલીસ કમિશનરે જારી કર્યું છે જાહેરનામું access_time 6:39 pm IST

  • સાંસદો માટે દિલ્હીમાં બન્યા આલીશાન મલ્ટી સ્ટોરી ફ્લેટ : 4 બેડરૂમ, ઓફિસ, સ્ટાફ ક્વાર્ટર સહિતની અદ્યતન સુવિધા ધરાવતા વેલ ફર્નિસ્ડ ફ્લેટનું વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું : ગંગા, યમુના તથા સરસ્વતી નામક 3 ટાવરમાં 218 કરોડ રૂપિયાના ખર્ચે 76 ફ્લેટ બનાવાયા : જડબેસલાક સિક્યુરિટી વ્યવસ્થા ,દરેક ટાવરમાં 4 ઓટોમેટિક લિફ્ટ, ફાયર સુરક્ષા, સોલાર પેનલ્સ, જનરેટર સહિતની સુવિધા access_time 1:15 pm IST