Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

કિશાન સંઘના અગ્રણી બચુભાઈ ધામીનો જન્મદિવસઃ ૭૬માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ કિશાન સંઘના કોષાધ્યક્ષ બચુભાઈ ધામીએ તેમના જીવનના ૭૫ વર્ષ પુર્ણ કરી ૭૬માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. તેઓએ કિશાન સંઘમાં વર્ષો સુધી જુદી જુદી જવાબદારી વહન કરીને હાલમાં કિશાન સંઘના કોષાધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે. સવીજ ખેતીના માહિતગાર તથા ગૌરક્ષક છે. ચેમ્બર ઓફ કોમર્સમાં મેમ્બર, કાપડ એસોસિએશન કારોબારી સભ્ય તથા સ્વામિનારાયણ સંસ્થા આર.એસ.એસ.માં સક્રિય ભૂમિકાઓ ભજવીને અનેકવિધ સામાજીક સંસ્થાઓમાં સેવાકીય પ્રવૃતિ કરી રહ્યા છે. મો.૯૦૯૯૦ ૨૧૧૭૭

(11:26 am IST)
  • કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા તમે શું પગલાં લીધા ? : દિલ્હી ,આસામ, મહારાષ્ટ્ર તથા ગુજરાત સરકાર પાસે સુપ્રીમ કોર્ટે સ્ટેટ્સ રિપોર્ટ માંગ્યો access_time 12:03 pm IST

  • બિહાર રાજ્યની 17 મી ધારાસભાનું નવું સત્ર આજ 23 નવેમ્બરથી શરૂ : 27 નવેમ્બર સુધી ચાલનારા પાંચ દિવસીય સત્ર દરમિયાન ધારાસભ્યોનો શપથવિધિ યોજાશે : સ્પીકર જીતનરામ માંઝી શપથ લેવડાવશે : સેનિટાઇઝર, સોશિઅલ ડિસટન્સ, માસ્ક સહીત કોવિદ -19 નિયમોના પાલનની સજ્જડ વ્યવસ્થા : કુલ સંખ્યાના 43 ટકા એટલેકે 105 ધારાસભ્યો નવા ચૂંટાઈ આવ્યા હોવાથી પ્રથમવાર શપથ લેશે access_time 11:54 am IST

  • દિલ્હીમાં 6746 ને કોરોના લાગ્યો: 121 ના મોત: દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 6,746 લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે અને 121 કોરોના દર્દીઓનાં મોત નીપજ્યાં છે. access_time 11:37 pm IST