Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

પૂર્વ પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય નિલેશ ખુંટનો આજે જન્મ દિવસ

રાજકોટ તા. ર૦ : પૂર્વ ગુજરાત પ્રદેશ યુવા ભાજપ કારોબારીસભ્ય અને હાલ રાજકોટ શહેર યુવા ભાજપ અગ્રણી નિલેશ ખુંટનો આજે જન્મદિવસ છે. જીવનનાં ૩૦ વર્ષ પૂર્ણ કરી ૩૧માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. શહેર ભાજપ કાર્યાલય પરિવારના સભ્ય તરીકે ચાર ટર્મ દરમ્યાન ધનસુખભાઇ ભંડેરી, નીતીનભાઇ ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ તેમજ હાલ કમલેશભાઇ મિરાણીના નેતૃત્વ હેઠળ જવાબદારી વહન કરી રહ્યા છે. શહેર ભાજપ અગ્રણી ભુપતભાઇ બોદર, વિધાનસભા-૬૮ ના ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી તેમજ ખીમજીભાઇ મકવાણાને તેમના પ્રેરણાસ્ત્રોત માનતા નિલેશ ખુંટે પ્રદેશ યુવા મોરચામાં કારોબારી સભ્ય તરીકે, સુરેન્દ્રનગર જિલ્લા યુવા ભાજપના પ્રભારી તરીકે અને શહેર ભાજપ યુવા મોરચાના કોષાધ્યક્ષ તરીકે સંભાળી ચુકેલ છે. ખોડલધામ ટ્રસ્ટમાં સ્વયંસેવક તરીકે તેમજ આજી ડેમ પાસે પ્રસિદ્ધ દાધા હનુમાન મંદિરમાં તેમજ ત્રંબા ખાતે મંદબુદ્ધિના બાળકોને દર માસે ભાવતા ભોજન કરાવીને મુખ્ય સેવક તરીકે અવિરત પોતાની સેવા આપે છે.  મો.૯૭ર૩૩ ૧૯૮૯૮

(11:24 am IST)