Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

સંયુકત ખેતી નિયામક કચેરીના નિવૃત્ત અધિકારી નાનુભાઇ ધકાણનો જન્મદિન

રાજકોટ તા. ૧૦ : સંયુકત ખેતી નિયામક કચેરી (રાજકોટ) ના સેવા નિવૃત્ત હિસાબી કમ વહીવટી અધિકારી નાનુભાઇ એચ. ધકાણનો આજે જન્મ દિવસ છે. કીર્તીમાન જીવનના ૮૯ માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. તેમની યશસ્વી કામગીરી અને બહોળા અનુભવને ધ્યાને લઇ નિવૃત્તિ બાદ પણ પ્રાદેશિક તાલીમ કેન્દ્રમાં વ્યાખ્યાતા તરીકે તેમની સેવાઓ લેવાઇ હતી. હાલ રાજકોટ જિલ્લા પેન્શનર અને સિનીયર સીટીઝન સમાજના ઉપપ્રમુખ તરીકે તેમજ ખેતીવાડી ખાતાના (રાજકોટ) પેન્શનર્સ એસો.ના આંતરીક ઓડીટર તરીકે સેવા આપી રહ્યા છે. સમસ્ત પરજીયા પટ્ટણી સોની જ્ઞાતિ મહામંડળ સાથે પણ છેલ્લા ઘણા સમયથી કાર્યરત છે. આજે જન્મ દિવસ નિમિતે તેઓને ઠેરઠેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે. તેમના મો.૮૭૫૮૪ ૦૬૧૬૩ છે.

(12:52 pm IST)