Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

કોટડાસાંગાણી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ સિંધવનો જન્મદિવસ

કોટડાસાંગાણી : કોટડાસાંગાણી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ સિંધવનો  જન્મદિવસ છે.તેઓનો કોટડાસાંગાણી તાલુકાને ભાજપનો ગઢ બનાવવામા સીંહ ફાળો રહ્યો છે.

તેઓએ ગાંધીનગર સુધી રજૂઆત કરીને આ વિસ્તારના રોડ રસ્તા તેમજ પીવાના પાણીની સમસ્યાઓ હલ કરી છે.સાથેજ તેઓએ આ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે રજુઆતો કરી આઈટીઆઈ તેમજ નવી કોલેજનુ કરોડોના ખર્ચે નીર્માણ કરાવવામા તેમની મહેનત રંગ લાવી હતી.તેઓએ કોરોના મહામારી દરમિયાન મધ્યમ વર્ગને રાશનની કિટો ઉકાળા સહીતનુ વિતરણ કરી લોકોને સેવા પુરી પાડી હતી. શુભ ચીંતકો દ્વારા તેમને મોબાઈલ નંબર ૯૬૦૧૭ ૩૧૧૧૧ પર જન્મદિવસની શુભેચ્છા વર્ષા થઈ રહી છે.

(11:26 am IST)