Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

એમ.વાય. દક્ષિણી ઝીંદાબાદ...

મહેસાણા ડી.ડી.ઓનો જન્મદિન

રાજકોટ તા. ૧૯ : ગુજરાત વહીવટી તંત્રમાં નિષ્ઠા અને પ્રતિષ્ઠાથી ધબકતા-ઝબકતા અધિકારી તરીકે જાણીતા મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી શ્રી મનોજ વાય.દક્ષિણીનો (આઇ.એ.એસ.ર૦૦૮) જન્મ તા. ૧૯ નવેમ્બર ૧૯૬રના દિવસે થયેલ આજે ગતિશીલ અને પ્રગતિશીલ જીવનના પ૯માં વર્ષની કેડીએ કદમ માંડયા છે. જોગાનુજોગ લાભ પાંચમનો શુભદિવસ છે.

શ્રી એમ.વાય.દક્ષિણી અગાઉ અમદાવાદ અને ખેડામાં નિવાસી નાયબ કલેકટર, પાલનપુરમાં, નાયબ ચૂંટણી અધિકારી, રાજયમાં નાયબ મનોરંજન કર કમિશનર, સાયન્સ સીટીમાં વહીવટી અધિકારી, અધિક ઉદ્યોગ કમિશનર, યુવા સેવા સાંસ્કૃતિક કમિશનર, તાપીમાં જિલ્લા વિકાસ અધિકારી વગેરે પદ શોભાવી ચૂકયા છે. આજે લાભ પાંચમ અને જન્મદિનની બેવડી શુભેચ્છાથી ભીંજાઇ રહ્યા છે.

ફોન નં. ૦ર૭૬ર-રરર૩૦૧ મો. ૯૯૭૮૪ ૦૬ર૩૯ મહેસાણા

(11:44 am IST)