Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

સૌરાષ્ટ્ર યુનિ.ના કોચ કેતન ત્રિવેદીનો જન્મદિન

રાજકોટ તા. ૨૪ : સૌરાષ્ટ્ર ગુજરાતના ખેલાડી અને કોચ ડો. કેતનભાઇ ત્રિવેદીનો આજે જન્મ દિવસ છે. સૌરાષ્ટ્રમાં બોક્ષીંગ, કુસ્તી, બોડી બિલ્ડીંગ, પાવર લીફટીંગ, વેઇટ લીફટીંગ, સોફટબોલ, આર્ચરી, ફેન્સીંગ, સ્કેટીંગ, એડવેન્ચર સ્પોર્ટસને લગતી પ્રવૃત્તિઓ કરાવતા કેતનભાઇ ગુજરાત ઓલમ્પિક એસો. અને ઇન્ડિયન ઓલમ્પિક એસો. પણ સેવા આપી ચુકયા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટમાં કોચ તરીકે ૧૭ વર્ષથી સેવા આપી રહ્યા છે. આજે જન્મ દિવસ નિમિતે  તેમને (મો.૯૮૯૮૧ ૦૦૦૪૦) ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે.

(2:35 pm IST)