Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

બધાને એક રંગે ન રંગોઃ ટીયા બાજપાઇ

બોલીવૂડ હાલમાં ડ્રગ્સને કારણે ચર્ચાના ચગડોળે ચડ્યું છે ત્યારે અભિનેત્રી ટીયા બાજપાઇએ પોતાનો ડ્રગ ટેસ્ટ કરાવી તે નેગેટિવ આવ્યાની તસ્વીર ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી બીજા કલાકારોને પણ આ ટેસ્ટ કરાવવા અપીલ કરી હતી. ટીયાએ કહ્યું હતું કે બીજા કલાકારો પણ ડ્રગ ટેસ્ટ કરાવી લે તે જરૂરી છે, જેથી કરીને કોઇ ઇન્ડસ્ટ્રી પર આંગળી ચીંધી શકે નહિ. હાલમાં આ મનોરંજન ઇન્ડસ્ટ્રીને બદનામ કરવામાં આવી રહી છે. હું અનુરોધ કરુ છું કે બધાને એક રંગે ન રંગો, અહિ એવા પણ લોકો  છે જે ખરેખર ગંભીરતાથી સારુ કામ કરવા માટે જ આવે છે. બોલીવૂડ ડ્રગ કનેકશનને કારણે ટીયાને ટ્રોલ કરવામાં આવી હતી. ટીયાએ વિક્રમ ભટ્ટની હોન્ટેડ થ્રીડીમાં મુખ્ય ભુમિકા નિભાવી હતી અને હેટસ્ટોરી-૪માં પણ કામ કર્યુ હતું. ટીયા અભિનેત્રી હોવા ઉપરાંત સારી ગાયીકા પણ છે. સારેગામાપા લિટલ ચેલેન્જ ૨૦૦૫માં તેણે ભાગ લીધો હતો. ટીવી શો ઘર કી લક્ષ્મી બેટીયા, શશશશ ફીર કોઇ હૈ, અનહોનીયો કા અંધેરા સહિતમાં પણ તે કામ કરી ચુકી છે.

(9:32 am IST)