Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

રણવીર સિંહ સારો 'સેકસ ઉપચાર ડોકટર' બની શકેઃ ભૂમિ પેડણેકર

અભિનેત્રીએ નેહા ધૂપિયાના ચેટ શોમાં દિલ ખોલીને કરી વાતો

મુંબઇ,તા. ૧: અભિનેત્રી ભૂમિ પેડણેકર  આજકાલ તેની ફિલ્મ ડોલી કિટી ઔર વો ચમકતે સિતારેને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેના અભિનયના ખુબ વખાણ કરવામાં આવી રહ્યાં છે. તાજેતરમાં જ ભૂમિ પેડણેકર અભિનેત્રી નેહા ધૂપિયાના ચેટ શો 'નો ફિલ્ટર નેહા'માં હાજરી આ હતી. જયાં તેણે અનેક સવાલોના જવાબ આપ્યા હતા. અભિનેત્રીએ આ શોમાં એક ખુલાસો પણ કર્યો. જેમાં તેણે અભિનેતા રણવીર સિંહ વિશે પણ એક ખુલાસો કર્યો હતો. ભૂમિએ કહ્યું હતું કે, રણવીર સિંહ સારો 'સેકસ ઉપચાર ડોકટર' બની શકે છે.

ચેટ શો 'નો ફિલ્ટર નેહા'માં ભૂમિ પેડણેકરને નેહા ધૂપિયાએ સવાલ પૂછયો હતો કે, સેકસ ઉપચાર ડોકટર તરીકે કોઇનું નામ આપો ત્યારે ભૂમિએ રણવીર સિંહનું નામ આપ્યું હતું. તેણે કહ્યું હતુ કે, રણવીર પાસે શ્રેષ્ઠ તરકીબો છે. તે સારો 'સેકસ ઉપચાર ડોકટર' બની શકે છે.

ભૂમિ પેડણેકરે અભિનેત્રી તરીકે ડેબ્યુ કરતા પહેલા યશ રાજ ફિલ્મ્સની કાસ્ટિંગ ડિરેકટર તરીકે કામ કર્યું હતું. ભૂમિએ કાસ્ટિંગ ડિરેકટર તરીકેના પોતાના જૂના દિવસોની યાદ તાજી કરી અને શ્નઊંચદ્ગડદૃ બાજા બારાત'માં રણવીર સાથે કામ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યો હતો. તેણે નેહા ધૂપિયાને કહ્યું હતું કે, તે ખુબ આનંદની વાત હતી. તેની એનર્જી જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. કામ કરવાની પણ બહુ મજા આવી હતી. મને થયું બાપ રે, શું અભિનેતા છે અને શું એનર્જી છે. એટલું જ નહીં, ભૂમિ પેડણેકરે રણવીર સિંહની ફિટનેસની પણ પ્રશંસા કરી હતી. તેણે કહ્યું કે, તેની એનર્જી જબરજસ્ત છે. તેણે કાસ્ટિંગ ડિરેકટર શાનૂ પાસેથી જેટલુ સાંભળ્યુ હતું તેનાથી વધારે ફિટ સાબિત થયો હતો.

ભૂમિ પેડણેકરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, ફિલ્મ 'દુર્ગાવતી'માં એક આઇએએસની ભૂમિકા ભજવવાની છે. આ ફિલ્મ હોરર થ્રિલર છે.

(12:43 pm IST)