Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

"નાગિન 5" માં વિલનના રોલ વિશે શરદ મલ્હોત્રાનો ખુલાસો: શૂટિંગના પહેલા જ દિવસે પગ ઠંડા પડી ગયા હતા

મુંબઈ: ટીવી સિરિયલ નાગિન 5 સુરભી ચંદના, શરદ મલ્હોત્રા અને મોહિત સહગલ સાથે શાનદાર શરૂઆત કરશે. સુરભી અને મોહિત આ શોમાં પ્રેમીયુગલના રોલમાં જોવા મળશે જ્યારે મલ્હોત્રા શોમાં વિલનની ભૂમિકા ભજવે છે. તેની કારકિર્દીમાં ક્યારેય નકારાત્મક ભૂમિકા ન કરી હોવાને કારણે શરદ મલ્હોત્રાએ એક વિશિષ્ટ ચેટમાં શેર કર્યું હતું કે તે પહેલા જ દિવસે ખૂબ જ નર્વસ હતો. જ્યારે તેના ચાહકો તેને આ નવા અવતારમાં માણી રહ્યાં છે, શૂટિંગના પહેલા જ દિવસે મારા પગ ઠંડા પડી ગયા હતા હું વિચાર તો હતો કે આ રોલ હું સારી રીતે કરી શકીશ કે નહીં કેમ કે ટેલીવુડમાં આવ્યા પછી આ પહેલો મારો નેગેટિવ રોલ હતો અત્યાર સુધી હું સારો સંસ્કારી રોલ કર્યા છે

(4:56 pm IST)