Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

ઓટીટીનો ખોટો ફાયદો ઉઠાવવો જોઇએ નહિઃ મહેશ

જાણીતા ફિલ્મ નિર્માતા નિર્દેશક, એકટર મહેશ માંજરેકરની ફિલ્મ ધ પાવર તાજેતરમાં ઓનલાઇન રિલીઝ થઇ હતી. જેમાંતેનો જબરદસ્ત માફીયાકિંગનો રોલ છે. મહેશે કહ્યું હતું કે ઓટીટી પરની ફિલ્મોને સેન્સર કરવાની જરૂર નથી. પરંતુ નિર્માતાઓએ જાતે તેની જવાબદારી લેવી જોઇએ. અહિ સેન્સરશીપ નથી તેનો ફાયદો નિર્માતાઓએ ઉઠાવવો જોઇએ નહિ. દેશની સુરક્ષા માટે ચીની સૈનિકો સાથે યુધ્ધ વખતે અડગ રહેલા સૈનિકો પર આધારીત વેબ સિરીઝ  '૧૯૬૨-ધ વોર ઇન ધ હિલ્સ' અંગે મહેશે કહ્યું હતું કે મને લાગે છે કે આપણે જે દેખાડવા ઇચ્છીએ છીએ તેના માટે ખુબ સચેત રહેવું જરૂરી છે. મેં આ એવી સિરીઝ બનાવી છે જેને આખો પરિવાર અસહજ થયા વગર સાથે બેસીને જોઇ શકશે. આપણે હજુ વધુ જવાબદાર થવાની જરૂર છે. હું નથી ઇચ્છતો કે ઓટીટી કન્ટેન્ટ પર સેન્સરશીપ લદાય, પણ તેનો ખોટો ફાયદો પણ ઉઠાવવો જોઇએ નહિ. ૧૯૬૨મૉ અભય દેઓલ, આકાશ ઠોસર, સુમિત વ્યાસ, રોહન ગંડોત્રા, અનુપ સોની, મીયાંગ ચાંગ, માહિ ગીલ, રોશેલ રાવ, હેમલ ઇંગલ જેવા કલાકારો છે. ડિઝની પ્લસ હોટસ્ટાર પર તે રિલીઝ થઇ ચુકી છે.

(10:32 am IST)