Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

ડિજીટલ પ્લેટફોર્મ ખુબ સારું: અદિતી

ટીવી પરદાના અને બોલીવૂડના નાન મોટા નવા જુના અનેક કલાકારો ડિજીટલ પ્લેટફોર્મ પર ધડાધડ આવી રહ્યા છે. અનેક મોટી સિરીઝ અને ફિલ્મો અહિ રિલીઝ થઇ રહ્યા છે. અભિનેત્રી અદિતી રાવ હૈદરી જે ફિલ્મમાં ખાસ ભુમિકા નિભાવી રહી છે ગર્લ ઓન ટ્રેન પણ હવે ઓનલાઇન રિલીઝ થવાની છે. અદિતીએ કહ્યું હતું કે કોરોનાકાળ અને લોકડાઉનમાં મોટા ભાગની ફિલ્મો ઓનલાઇન આવી છે. લોકોએ અનેક ફિલ્મો, વેબ સિરીઝને ઓનલાઇન ડિજીટલ પ્લેટફોર્મ પર માણી છે અને માણી રહ્યા છે. અલગ-અલગ ડિજીટલ પ્લેટફોર્મ સમયમાં આપણા ખુબ સારા મિત્રો બની ગયા છે. જો કે હું એમ પણ માનુ છું કે સિનેમાહોલનો જાદુ અલગ છે. આથી હું રાહ જોઇ રહી છું કે ફરીથી અગાઉની જેમ લોકો મોટી સંખ્યામાં સિનેમાઘરોમાં જઇને ફિલ્મો જુએ. ડિજીટલ પ્લટફોર્મ જો કે એવું છે જ્યાં તમને ખુબ સારું અને અઢળક મનોરંજન મળી રહે છે. ૨૦૦૬માં સાઉથની ફિલ્મોથી કારકિર્દી શરૂ કરનાર  અદિતીએ બોલીવૂડમાં દિલ્હી- સિકસથી  અભિનય શરૂ કર્યો હતો.

(9:59 am IST)