Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

કાર્તિક આર્યને નેટફિલકસ પર કરશે 'ધમાકા'

કાર્તિક આર્યનની ફિલ્મ 'ધમાકા' નેટફ્લિકસ પર રિલીઝ થશેઃ કાર્તિકે મંગળવારે ફિલ્મનું ટીઝર શેર કરીને આ અંગે જાણકારી આપી છે

મુંબઇ,તા. : કાર્તિક આર્યનની ફિલ્મ 'ધમાકા' નેટફ્લિકસ પર રિલીઝ થશે. કાર્તિકે મંગળવારે ફિલ્મનું ટીઝર શેર કરીને અંગે જાણકારી આપી છે. કાર્તિકની ફિલ્મ પહેલી ફિલ્મ છે, જે થિયટર્સના બદલે સીધી ઓટીટી પ્લેટફોર્મ પર આવશે. ફિલ્મનું નિર્દેશન રામ માધવાનીએ કર્યું છે. રામ માધવાની નિર્દેશિત ચર્ચિત આર્યા ડિઝની પ્લસ હોટસ્ટાર પર ગયા વર્ષે આવી હતી.

કાર્તિકે ટીઝર શેર કરીને લખ્યું હતું - હું છું અર્જુન પાઠક, જે પણ કહીંશ, સાચું કહીંશ. 'ધમાકા' ટૂંક સમયમાં નેટફ્લિકસ પર આવી રહી છે. ફિલ્મમાં અમૃતા સુભાષ અને વિશ્વજીત પ્રધાન પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં નજર આવશે. ધમાકામાં કાર્તિક એક ટીવી એન્કર બન્યા છે. ટીઝરમાં જોઈ શકાય છે કે કાર્તિક લાઈવ શો કરવાની ના પાડે છે, પણ અમૃતા સુભાષ તેને લાઈવ શો કરવા દબાણ કરે છે. અમૃતા તેને વારંવાર લાઈન્સ બોલાવડાવે છે અને ફાઈનલી કાર્તિક તૈયાર થઈ જાય છે.

નેટફ્લિકસ ઈન્ડિયાએ ટ્વિટર પર કાર્તિકના કેરેકટરની ફોટો શેર કરીને લખ્યું - અમે એક હેરાન એકસ-એન્કરના સમાચારો, એક બોમ્બ ધમાકા અને એક એવી ફિલ્મ જે તમને હમચચાવી દેશે, ફિલ્મને લઈને બ્રેકિંગ ન્યૂઝ આપવા માટે પ્રોગ્રામમાં અવરોધ કરી રહ્યા છે.

ધમાકાની શૂટિંગ કાર્તિકે માત્ર ૧૦ દિવસમાં પૂર્ણ કરી હતી. ફિલ્મના મોટાભાગનું શૂટિંગ ઈનડોર થયું છે. કેટલાક દૃશ્ય આઉટડોર શૂટ કરવામાં આવ્યા છે. રિપોર્ટ્સ આવ્યા હતા કે ફિલ્મ માટે કાર્તિકને ૧૪ દિવસ આપવામાં આવ્યા હતા, પણ તેણે પોતાનું કામ ૧૦ દિવસમાં પૂર્ણ કરી લીધું હતું.

(10:02 am IST)