Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

નીતૂ કપૂર અને વરુણ ધવન કોરોના વાયરસથી સંક્રમિત

અનિલ કપૂરનો રિપોર્ટ નેગેટિવ આવ્યો : નીતૂ કપૂર જુગ જુગ જિયોના શૂટિંગ પર ચંડીગઢ ગયા હતા

મુંબઈ,તા.૪ : કોરોના વાયરસે આખી દુનિયામાં કહેર મચાવ્યો છે. સામાન્ય લોકોથી માંડીને સેલેબ્સ પણ સંક્રમણથી બચી શક્યા નથી. ત્યારે હવે અહેવાલ આવી રહ્યા છે કે, બોલિવુડ એક્ટર વરુણ ધવન અને નીતૂ કપૂર કોરોનાથી સંક્રમિત થયા છે. આ કલાકારો ફિલ્મ જુગ જુગ જિયો'નું શૂટિંગ કરી રહ્યા હતા. આ બંને સિવાય ફિલ્મના ડાયરેક્ટર રાજ મહેતા પણ કોરોના પોઝિટિવ હોવાની ખબર આવી રહી છે. જો કે, હજી આ કલાકારો કે ફિલ્મની ટીમ તરફથી આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. ફિલ્મફેરને જુગ જુગ જિયો સાથે જોડાયેલા સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે, નીતૂ કપૂર, વરુણ ધવન અને ડાયરેક્ટર રાજ મહેતા કોરોના પોઝિટિવ આવતાં શૂટિંગ રોકી દેવાયું છે. અગાઉ અહેવાલો હતા કે, આ ત્રણેય સાથે અનિલ કપૂરનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ છે. જો કે, હવે જાણવા મળ્યું છે કે, અનિલ કપૂર કોરોના પોઝિટિવ નથી. સૂત્રએ જણાવ્યું, અનિલ કપૂર કોરોના પોઝિટિવ નથી.

          તો એક્ટરના ભાઈ અને પ્રોડ્યુસર બોની કપૂરે કહ્યું, *અનિલનો કોરોના રિપોર્ટ નેગેટિવ છે. રિપોર્ટ પ્રમાણે, અનિલ કપૂર ચંડીગઢથી મુંબઈ આવવા નીકળ્યા છે. જણાવી દઈએ કે, અનિલ કપૂર ચંડીગઢમાં વરુણ ધવન, નીતૂ કપૂર, કિયારા અડવાણી અને પ્રાજક્તા કોલી સાથે 'જુગ જુગ જિયો'નું શૂટિંગ કરી રહ્યા હતા. કોરોના મહામારી દરમિયાન ઘણા એક્ટર્સે કામ શરૂ કર્યું છે. ત્યારે લાંબા સમય પછી નીતૂ કપૂર પણ ફિલ્મોમાં કમબેક કરી રહ્યા છે. ઋષિ કપૂના નિધન પછી નીતૂ કપૂરે આ પહેલી ફિલ્મ કરી રહ્યા છે. ફિલ્મના શૂટિંગ પર જતાં પહેલા નીતૂએ કાસ્ટ સાથે એક ફોટો શેર કર્યો હતો. તેમણે લખ્યું હતું, *આ ડરામણા સમયમાં મારી પહેલી ફ્લાઈટ છે. જર્ની માટે નર્વસ છું. કપૂર સા'બ તમે અહીં મારો હાથ પકડવા માટે નથી પરંતુ મને ખબર છે કે તમે મારી સાથે છો. ઈંઇહઇ મને પ્રોત્સાહન આપવા માટે આભાર.* આ પોસ્ટના અંતે નીતૂ કપૂરે લખ્યું હતું કે, તેમણે સૌએ કોરોના ટેસ્ટ કરાવ્યો છે અને તેઓ સુરક્ષિત છે. તકેદારીના તમામ પગલાં પણ લઈ રહ્યા છે.

(7:36 pm IST)