Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

શ્રુતિ હાસન તેલુગુ વેબ સિરીઝમાં

સાઉથના સુપરસ્ટાર કમલ હાસન અને સારીકાની દિકરી શ્રુતિ હાસને સાઉથની ફિલ્મો ઉપરાંત બોલીવૂડમાં પણ ચાહના મેળવી છે. તે અભિનેત્રી હોવા ઉપરાંત ગાયીકા પણ છે. વેબ સિરીઝનું હાલમાં ચલણ હોઇ શ્રુતિ પણ આવી એક સિરીઝ કરી રહી છે. હિન્દીમાં બનેલી લસ્ટ સ્ટોરીઝમાં કિયારા અડવાણીએ જે પાત્ર ભજવ્યું હતું તેણે સનસનાટી મચાવી દીધી હતી. હવે લસ્ટ સ્ટોરીઝ તેલુગુમાં બની રહી છે. જેમાં કિયારાવાળો રોલ શ્રુતિ નિભાવી રહી છે.  શ્રુતિ એવી પત્નિના રોલમાં જોવા મળશે જે પોતાના પતિ સાથે રોમાન્સ કરીને સંતુષ્ણ નથી. આ એપિસોડનું શુટીંગ પણ થઇ ગયું છે અને શ્રુતિએ જોરદાર અભિનય કર્યો છે. લસ્ટ સ્ટોરીઝની કહાનીઓ સોશિયલ મિડીયા પર ખુબ ચર્ચામાં રહી હતી. નિર્દેશક સંકલ્પ રેડ્ડી, તરૂણ ભાસ્કર, નંદીની રેડ્ડી અને તેલુગુ લસ્ટ સ્ટોરીનું કામ સંભાળી રહ્યા છે. શ્રુતિએ તાજેતરમાં રવિ તેજા સાથેની ફિલ્મ ક્રેક પુરી કરી છે. હવે તે વેબ સિરીઝ કરી રહી છે.

(10:15 am IST)